પાટણ
પાટણ શહેરના સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત હસ્તકના પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ૧૦ વર્ષથી ઉપરના બાળકોને સ્વિમિંગની તાલીમ લેવાના ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને લાઈનમાં ઉભા રહી વરાફરથી ફોર્મ મેળવ્યા હતા. આમ બાળકોમાં સ્વિમિંગ શીખવાનો અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. ૧૧થી ૧ એમ બે કલાકમાં ૧૩૦ ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમને આગામી દિવસ માં સ્વીમીંગ કોચ હેમલ વર્ધની સહિત ની ટિમ દ્વારા ૧૩૦ બાળકોને સ્વિમિંગની તાલીમ આપવામાં આવશે સ્વિમિંગ કોચ હેમલ વર્ધનીએ જણાવ્યું હતું કે, હાલમાં ૧૦ વર્ષ ઉપરના બાળકોને ફોર્મ વિતરણ શરૂ કરાયું છે. જેમાં ૧૩૦ જેટલા ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત હસ્તકના પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે અભ્યાસ કરતા ૧૦ વર્ષથી ઉપરના અને શાળામાં ભણતા કૉલેજ સિવાયના વિદ્યાર્થી ભાઈઓ માટે સ્વિમિંગ પુલના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં બાળકો વાલી સાથે ફોર્મ લેવા આવતા બાળકોમાં સ્વિમિંગ શીખવાનો અનેરો ઉત્સાહ મળ્યો હતો.આમ બે કલાક માં ૧૩૦ ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.