Gujarat

અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી અને અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સંકલનમાં રહી ચાંદિના છડા તથા હાથની કડલી નંગ-૨ તથા જરૂરી ડોકયુમેન્ટ મળી કુલ રૂપિયા. ૭,૦૦૦/- ની વસ્તુ સાથેનું પર્સ શોધી મુળ માલીકને પરત આપ્યા બાબત.

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.વી.જાધવ સાહેબ તથા ઇન્ચાર્જ પી.આઇ. ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે.એમ.કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.
તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ અમરેલી શહેરના નાગરીકશ્રી અસલમભાઇ દિલાવરભાઇ રાસલીયા ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.સંધી સોસાયટી, અમરેલી વાળાને અમરેલીથી દ્વારકા જીલ્લાના મીઠાપુર ભીમરાણા ગામે તેઓના સસરાને ત્યા જવાનું હોવાથી તેઓના ફેમીલી સાથે ઘરેથી સર-સામાન લઇ નિકળેલ હોય અને ચિતલ રોડ ઓમનગરના નાકે ઉભા હતા અને તેઓ ફેમીલી સાથે રિક્ષામાં બેસતા હતા. ત્યારે તેઓની પત્નિએ કહેલ કે, આપણા  સામાનમાંથી આપણું મોટુ પર્સ કયાંક પડી ગયેલ છે. જે મોટા પર્સમાં તેઓની પત્નિના જરૂરી ડોકયુમેન્ટ જેવાકે, બેંક ઓફ બરોડાની પાસબુક, આધારકાર્ડ તથા બેંકનું એ.ટી.એમ. તથા નાનું પાકીટ તેમજ ચાંદિના છડા તથા તેઓની દિકરીના હાથની ચાંદિની કડલી નંગ-૨ તથા  તેઓની દિકરીનું આધાર કાર્ડ મળી કુલ રૂપિયા ૭,૦૦૦/- ની વસ્તુ કયાંક પડી  ગયેલ હોય અને તપાસ કરતા મળેલ નથી.
ત્યારબાદ, અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે આવતા કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) સ્ટાફ દ્વારા અગત્યના સ્થળોના સીસીટીવી ફુટેજ ચેક કરતા, અરજદારશ્રીની ગુમ થયેલ ઉપરોકત વસ્તુ ઓનગરના નાકે એક અજાણી મહિલા લેતી જોવા મળેલ હોય, જેથી પોલીસ દ્વારા તે  મહીલાની પુછપરછ કરતા તેણીએ જણાવેલ કે, આ મોટુ પર્સ રોડ ઉપર પડેલ હોવાથી તેણીએ લીધેલ હતુ.
આમ ‘‘ નેત્રમ ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી પોલીસ સ્ટાફ તથા અમરેલી સીટી પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલીક અસરકારક કામગીરી કરી અરજદારશ્રીને ખરાઇ કરી અરજદારશ્રીની માલીકીના જરૂરી ડોકયુમેન્ટ તથા ચાંદિના છડા તથા હાથની ચાંદિની કડલી નંગ-૨ મળી કુલ રૂપિયા ૭,૦૦૦/- ( સાત હજાર ) ની ઉપરોકત વસ્તુ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાની મદદથી પરત કરેલ છે.
રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220510-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *