Gujarat

પાવીજેતપુર તાલુકાના મોટીખાંડી ગામેથી રેતી ખનન કરતા એક જેસીબી, બે ટેકટર મામલતદારે જપ્ત કર્યા

પાવીજેતપુર તાલુકાના મોટીખાંડી ગામે પાવીજેતપુરના મામલતદાર દ્વારા આકસ્મિક ચેકિંગ કરાતા બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા એક જેસીબી તેમજ બે ટ્રેક્ટરને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પૂર્વ પટ્ટી વિસ્તાર રેતી ખનન કરવા માટે ખૂબ જ પ્રચલિત થઈ ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કાળો ધંધો ખૂબ વધી ગયો છે અત્યારે પાવીજેતપુરના મામલતદાર જયસ્વાલ પોતાના સ્ટાફ સાથે ૧૦ મેના રોજ પાવીજેતપુર તાલુકાના મોટીખાંડી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા ત્યારે મોટીખાંડી નદીના કોતરમાંથી બિન અધિકૃત રીતે રેતી નું ખોદકામ થતું પકડાયું હતું. તાત્કાલિક પાવીજેતપુર મામલતદાર દ્વારા ૧૦ લાખથી વધુની કિંમતનું એક જેસીબી તેમજ ૬ લાખ જેટલી કિંમતના બે ટ્રેક્ટર ડીટેઈન કરી કદવાલ પોલીસ સ્ટેશનમાં સોંપી દંડનીય કાર્યવાહી કરવા વડી કચેરી ને ભલામણ કરવામાં આવી છે.
પાવીજેતપુર મામલતદાર દ્વારા આકસ્મિક ચેકિંગ કરી સફેદ રેતીનો બિનઅધિકૃત રીતે ચાલતો કાળો ધંધો પકડી પાડી રેતી માફ્યાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા ઇસમોમાં ફફળાટની લાગણી ફેલાઈ જવા પામી છે.
આમ, પાવીજેતપુર તાલુકાના મોટીખાંડી ગામે આવેલા નદી ના કોતર માંથી બિન અધિકૃત રીતે ચાલતા રેતીખનનનો પર્દાફાસ કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220510-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *