Gujarat

ડીસા-થરાદ હાઈવે પર ચાલુ રીક્ષાનું ટાયર ફાટતા, અંદર બેઠેલા ૩ થી વધુ લોકોને ઇજા

પાલનપુર
બનાસકાંઠામાં ડીસા-થરાદ હાઇવે પર ચાલુ રીક્ષાનું ટાયર ફાટતા અકસ્માત, રીક્ષામાં અંદર બેઠેલા ૩ થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ડીસાના કાપરાથી એક રીક્ષા ડીસા તરફ આવી રહી હતી. તે સમયે અચાનક રીક્ષાનું ટાયર ફાટી જતાં રીક્ષા રોડ પર પલટી ખાઇ જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર ચાર જેવા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવકની હાલત ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જાે કે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *