Gujarat

ગાંધીનગરમાં વિકૃત હાલતમાં ઘરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે ગુનો નોંધી શરુ કરી તપાસ

ગાંધીનગર
રાજ્ય ના પાટનગર ગાંધીનગરમાં હચમચાવી નાખે નાખે તેવી ઘટના બની હતી, સેક્ટર-૧૨માં રહેતા ૪૧ વર્ષીય યુવાનનો વિકૃત હાલતમાં ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જેને ધ્યાન માં લઇ સેક્ટર-૭ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં મૃતક ભૂતકાળમાં બોલીવુડ સિતારાઓ માટે ટીશર્ટ મેન્યુફેક્ચરિંગ કરતો હોવાની વિગતો સામે આવી છે. ત્યારે જાેગાનુજાેગ આજે જન્મ દિવસે જ મૃતક યુવાનની અંતિમક્રિયા હતી. ગાંધીનગરના સેક્ટર-૧૨/બી પ્લોટ નંબર ૪૯૭/૨માં રહેતાં ૪૧ વર્ષીય ચાર્લ્સ સેલીસભાઈ ખ્રિસ્તીના ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી પાડોશીએ જાણ કરતાં સેક્ટર-૭ પોલીસ મથકના એએસઆઇ દિલીપસિંહ રાણા અને જમાદાર અનિલભાઈ સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં ઘરનો દરવાજાે અંદરથી બંધ હતો. એટલે પોલીસે બારીમાંથી જાેતાં ઘરમાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવી રહી હતી. આથી સ્થિતિ પારખી ગયેલી પોલીસે દરવાજાે તોડવાનું નક્કી કર્યું હતું. જે માટે ચાર્લ્સના ફોઇને બોલાવીને દરવાજાે તોડતાં અંદર પલંગ પર ચાર્લ્સની ડીકમ્પોઝ થઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘરમાં ગંદકી અને દુર્ગંધના કારણે ઉભા રહેવું પણ મુશ્કેલ હોવાથી પોલીસને પરફ્યુમ છાંટવાની ફરજ પડી પડી હતી. આ અંગે એએસઆઇ દિલીપસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ચાર્લ્સના માતા-પિતા વર્ષોથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા છે. જેની બે બહેનો પણ ન્યુઝીલેન્ડમાં જ રહે છે. આજે ચાર્લ્સનો જન્મ દિવસ પણ છે. ચાર્લ્સ પણ ન્યુઝીલેન્ડ રહેતો હતો. પરંતુ કોઈ કારણોસર તે ત્યાંથી પરત આવી ગયો હતો. બાદમાં કોરોના કાળ શરૂ થતાં તે ન્યુઝીલેન્ડ જઈ શક્યો નહોતો અને તેના માતા પિતા પણ ગાંધીનગર આવી શક્યાં ન હતાં. સુખી સંપન્ન હોવાના કારણે ચાર્લ્સ હાલમાં કોઈ કામધંધો કરતો ન હતો. રવિવારે તેણે છેલ્લે કોલ કર્યો હોવાનું તેના મોબાઈલની તપાસ કરતા જાણવા મળ્યું છે એટલે ચાર્લ્સની બોડી બે ત્રણ દિવસ જૂની હોવાની સંભાવના છે. ચાર્લ્સના માતા પિતાને પણ બનાવની જાણ કરી દેવાઈ છે. જાે કે લાશ ડીકમ્પોઝ થઈ ગઈ હોવાથી તેની અંતિમ ક્રિયા કરવી જરૂરી હતી. જેથી જરૂરી કાનૂની કાર્યવાહી કરીને લાશ તેના નજીકના પરિવારજનોને સોંપવામાં આવી હતી. અને પરીજનો દ્વારા તેની અંતિમવીધિ કરવામાં આવી હતી. જાે કે તેના પોસ્ટ મોર્ટમમાં પ્રાથમિક રીતે હાર્ટ એટેક હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ એફ.એસ.એલના રિપૉર્ટ પછી જ તેના મૃત્યુનું ચોક્ક્‌સ કારણ જાણવા મળશે. વર્ષો પહેલાં ચાર્લ્સ નરોડા ખાતે ટી શર્ટ બનાવવાની ફેક્ટરી પણ ચલાવતો હતો. જેનો બ્રાન્ડ એમ્બેસેડર જ્હોન અબ્રાહમ હોવાનું જાણવા મળ્યું છે. તે પછીથી તેણે ફેક્ટરી પણ બંધ કરી દીધી હતી. માતા-પિતા ન્યુઝીલેન્ડ સ્થાયી હોવાથી ચાર્લ્સની તમામ જરૂરત પૂર્ણ થઈ જતી હતી. ત્યારે ચાર્લ્સના મિત્ર વર્તુળના કહેવા મુજબ છેલ્લા કેટલાય સમયથી ચાર્લ્સના ઘરનું એસી બંધ હતું અને ચાર્લ્સને વર્ષોથી દારૂ પીવાની ટેવ પણ હતી. ચાર્લ્સના ઘણા સમય પહેલાં ડાયવોર્સ પણ થઈ ચૂક્યા છે. જેનાં ઘણા ફિલ્મી સિતારાઓ સાથે ફોટા પણ છે. ઘણીવાર ચાર્લ્સ તેના મોબાઈલમાં જ્હોન અબ્રાહમ સાથેના ફોટોગ્રાફ પણ બતાવતો હતો. જ્હોન અબ્રાહમે પહેરેલ એક કાળા કલરની ટીશર્ટ વાળા ફોટાને એફબીમાં ટેગ કરીને ચાર્લ્સ દ્વારા “મેડ બાય મી” એમ પણ લખવામાં આવેલ છે. જાે કે ચાર્લ્સ તેની દુનિયામાં મસ્ત જીવન જીવતો હતો. તેમજ તેની લાશ આ રીતે ઘરમાંથી મળી આવશે એ સાંભળી આંચકાજનક લાગી રહ્યું છે તેમ વધુમાં તેના મિત્ર વર્તુળે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *