Gujarat

પાટણનાં દુઃખવાડામાં સરકારી જમીન પરનું દબાણ દુર કરવામાં આવ્યું

પાટણ
પાટણ શહેરમાં બહુચર્ચિત જળચોક દુઃખવાડા વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર ખાનગી વ્યક્તિઓ દ્વારા કરાયેલા દબાણને પાટણ નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત તથા સીટી સર્વે કચેરીનાં અધિકારીઓ, જેસીબી અને કામદારોની સાથે જઇને સ્થળ ઉપર કરાવેલા ઝાડી-ઝાંખરા અને દિવાલનાં દબાણને દુર કર્યા હતાં. અગાઉ પાટણ નગરપાલિકાની ટીમ ત્રણ વખત આ દબાણ દુર કર્યા વિના પાછી આવી હતી. પાટણ પાલિકામાં દબાણ ખાતાનો નવો ચાર્જ સંભાળતાં જ જયેશભાઇ પંડ્યા તથા તેમની ટીમે આ દબાણો દૂર કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. પાટણ શહેરનાં ટીકા નં. ૨૦/૬નાં સીટી સર્વે નં. ૧૦૬/૧૦૭નાં દક્ષિણનાં સીટી સર્વે નં. ૨૩૩૮ પૈકી દબાણ દૂર કરવા માટે પાટણ તાલુકા કક્ષાનાં સ્વાગત ફરીયાદ કાર્યક્રમમાં રજૂઆત થતાં તે સંદર્ભમાં તેમાં આ તે દબાણ દુર કરવાનો ર્નિણય લેવાયો હતો. જે સંદર્ભે બે દબાણકારોને તા. ૨-૭-૨૦૨૧, ૧૭-૯-૨૦૨૧ અને ૨૨-૧૧-૨૦૨૧નાં રોજ નોટિસો આપી આ દબાણ ખુલ્લું થયું નહોતું. જેથી નગરપાલિકાની બિનનંબરી કિલ્લા કોટ,સરકારી જમીન સીટી સર્વે નં. ૨૬૩૮/અ પૈકીમાં દબાણ દૂર કરવા માટે તા. ૪ -૪-૨૨ તથા તા. ૬-૪-૨૨અને તા. ૨૨-૪-૨૨ના રોજ પાટણ પાલિકાની ટીમો ગઇ હતી. પરંતુ પોલીસ બંદોબસ્ત નહીં મળતાં તે કામગીરી મૂલત્વી રહી હતી. આ દબાણ અધિકારી જયેશ પંડ્યાએ તાબડતોબ પોલીસ બંદોબસ્ત બોલાવીને આ કામગીરી કરીને દબાણો હટાવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *