Gujarat

જેતપુરનાં પાંચપીપળા ગામની સ્થાનિક નદીમાંથી બેફામ ખનીજ ચોરી

ગામના ગ્રામજનોએ માટી ખનીજ માફીયાઓ સામે આક્રોશ વ્યક્ત કરી જનતા રેડ કરી હતી
જેતપુર તાલુકાના પાંચ પીપળા ગામમાં પસાર થતી  નદીમાંથી દરરોજની લાખો ટન ખનીજ (માટી) નું ખુલ્લેઆમ ખનન થતુ હોવાની ફરીયાદો ગામ લોકોએ ઉઠાવી છે.તેમજ જનતા રેડ કરી હતી જ્યાંથી ખનીજ ચોરી કરતા તત્વો સાધનો મુકીને નાશી છૂટ્યા હતા ઉલેખનીય છે કે આ જનતા રેડમાં ગ્રામજનો દ્વારા વાહનમાં કે કોઈ પણ સાધનોમાં કોઈ પણ પ્રકારની તોડભાંગ કરી નહોતી
જેતપુર તાલુકામાં ખનીજ ચોરો દ્વારા રેવન્યુ કર્મચારીઓની મીઠી નજર નીચે દરરોજના હજારો ડમ્પરની માટી ચોરી થાય છે. આ અંગે અવાર-નવાર લોકો દ્વારા ફરીયાદો પણ કરવામાં આવે છે. પણ  તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા
પાંચપીપળા ગામથી ૬૬ કે.વી. સબ સ્ટેશનની પાસે આવેલ તળાવમાંથી  ખનીજની ચોરી થાય છે.તે ખનીજ પેઢલા નેશનલ હાઇ – વે બને છે ત્યા વાપરવામાં આવે છે.તેમના ખનીજ ચોરીના ડંમ્પરો સતત ચાલુ રહે છે.તે ડંમ્પરો ગામમાંથી નિકળે છે  દલિત વિસ્તારમાં  બનાવેલ રસ્તો ખરાબ કરી નાખ્યો છે.લોકોના મકાનમાં ધૂળ વાળા થઇ ગયા છે સતત ધૂળ ઉડ્યા રાખે છે.ઓવર સ્પીડના કારણે નાના છોકરાઓ તથા વૃધ્ધોને બહાર નીકળતા બીક લાગે છે.ડમ્પરોમાં ખનીજ ઓવરલોડ ભરે છે.તે ડમ્પરોને કારણે અકસ્માતનો ભય લાગી આવે છે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં પુછપરત કરતા ગ્રામપંચાયતે કોઇ પણ જવાબ આપેલ નથી તેમજ તે વિશે કોઇ પણ કાગળો બતાવેલ નથી.તે ખનીજ માત્ર પાંચપીપળા ગામના લોકો જ ઉપયોગ કરી શકે છે.બહાર ગામના લોકોને ખનીજ દેવાનો કોઇ હકક નથી . જો મંજુરી મેળવેલ હોય તો તે મંજુરીના કાગળો પાંચપીપળા ગ્રામ પંચાયત તેમજ ગ્રામ જનોને રજુ કરવા વિનંતી કરી છે તેમજ ગાડી ઓવરલોડ ભરવાના કારણે રસ્તો ખરાબ થઇ ગયેલ તેને પણ રીપેરીંગ કરવાની પણ માંગ સાથે આક્ષેપો કર્યા હતા અને આ ખનન બંધ થાય તેવી માંગ ઉચ્ચારી હતી
ગામના ગ્રામજનો સહિતનાં લોકોએ આ ખનીજ માફીયાઓ સામે બાયો ચડાવી છે અને આક્રોશ વ્યક્ત કર્યો છે મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગ અને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જ્યારે કાર્યવાહી કરવા તત્રને સ્થળ પર બોલાવવામાં આવે છે ત્યારે તંત્ર સમગ્ર બાબતનો ઢાંકપિછોડો કરતા હોય તેવા આક્ષેપો ગ્રામજનો કર્યા હતા
હરેશ ભાલીયા જેતપુર.

Screenshot_20220511-202637__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *