*રાજકોટ શહેરમાં પ્રેમપ્રકરણમાં બેડીના સગીરને કારમાં ઉઠાવી જઈ બેફામ મારમાર્યો.*
*રાજકોટ શહેર તા.૨૭.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર બી-ડિવીઝન પોલીસે જયરાજ દાડોદરાની ફરિયાદ પરથી બેડી યાર્ડની બાજુમાં રહેતાં વિપુલ પોલુભાઇ અજાણી, રવિ બાવજીભાઇ અજાણી તથા સની રમેશભાઇ અજાણી સામે અપહરણ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયા મુજબ જયરાજ તેના મોટાભાઇ રવિરાજ (ઉ.૨૦) ગઇકાલે રાજકોટ એકટીવામાં રાજકોટથી પરત પોતાના ઘર તરફ જઇ રહ્યા હતાં. બેડી ચોકડીથી બેડી ગામ તરફ જવાના રસ્તા પર તેના એકટીવાને રવિ અને સની અજાણીએ પોતાની કાળા રંગની સ્કોર્પિયોથી આંતરી હતી. અને વિપુલ ટુવ્હીલર પર આવ્યો હતો. ધક્કો દઇ પછાડી દીધો હતો. એ પછી જયરાજને ખેંચી સ્કોર્પિયોમાં નાંખી સ્કોર્પિયો ભગાવી મુકી હતી. પોતાની નજર સામે જ નાનાભાઇને ઉઠાવી જતાં વનરાજ ભયભીત થઇ ગયો હતો. તેણે પરિવારજનોને જાણ કરતાં બધા તાકીદે બી-ડિવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. અને જાણ કરતાં P.I એમ.બી.ઓૈસુરા, P.S.I ડામોર, વિરમભાઇ ધગલ સહિતની ટીમે અપહૃત અને તેને ઉઠાવી જનારા શખ્સોને શોધવા દોડધામ આદરી હતી. પરંતુ અઢી-ત્રણ કલાક સુધી પત્તો મળ્યો નહોતો. છેલ્લે અપહૃત જયરાજ લાલપરી નજીક કોઇની વાડીમાં હોવાનો ફોન આવતાં બધા ત્યાં પહોંચ્યા હતાં. પોલીસે આ માથાકુટ પાછળનું કારણ પુછતાં જયરાજે જણાવ્યું હતું કે અગાઉ પોતાને આરોપીની કોૈટુંબીક સગામાં થતી છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. જો કે ત્રણેક મહિના પહેલા આ બધુ પુરૂ થઇ ગયું હતું. તે વખતે પોતે માફી માંગી હતી અને ત્યારે પણ પોતાને રવિએ લાફો મારી લીધો હતો. હવે પોતાને છોકરી સાથે કોઇ સંપર્ક પણ ન હોઇ આમ છતાં જુનુ મનદુ:ખ રાખી સ્કોર્પિયોમાં ઉઠાવી જવાયો હતો. અને બેફામ મારમારી ધમકી અપાઇ હતી. P.I બી.એમ.ઓૈસુરા અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*