Delhi

નવા મુખ્ય ચુંટણી કમિશનર રાજીવકુમાર ૧૫ મેથી પદભાર સંભાળશે

નવીદિલ્હી
દેશમાં ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી પણ નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં યોજાશે. તો ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ તેમની દેખરેખમાં યોજાશે. ચૂંટણી કમિશનરના નિયમ પ્રમાણે મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ કે ૬૫ વર્ષની ઉંમર સુધી હોય છે. તેવામાં રાજીવ કુમારનો જન્મ ૧૯૬૦માં થયો છે. તેવામાં તેમનો કાર્યકાળ ૨૦૨૫ સુધી રહેવાનો છે. એટલે કે લોકસભા ૨૦૨૪ની ચૂંટણી પણ તેમની દેખરેખમાં થશે. કાયદા મંત્રાલયે ૧૯૮૪ બેચના આઈએએસ અધિકારી રાજીવ કુમારની ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરી છે. તે ૧૫ મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. આ વાતની જાણકારી કાયદા મંત્રાલયના એક પત્ર દ્વારા મળી છે. મહત્વનું છે કે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાનો કાર્યકાળ ૧૪ મેએ પૂર્ણ થઈ રહ્યો છે. તેવામાં રાજીવ કુમાર ૧૫ મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. કાયદા મંત્રાલય પ્રમાણે રાજીવ કુમારને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવી રહ્યા છે અને તે ૧૫ મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. દેશમાં આગામી ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી થવાની છે. આ ચૂંટણી રાજીવ કુમારના નેતૃત્વમાં થશે. રાજીવ કુમાર ૧૯૮૪ બેચના ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સેવાના અધિકારી છે. તેમનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૦ના થયો હતો. રાજીવ કુમારે ૨૦૨૦માં ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા તેઓ ઉદ્યમ પસંદગી બોર્ડના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. રાજીવ કુમાર પાસે વહીવટી સેવાનો ૩૬ વર્ષ જેટલો અનુભવ છે. તેમણે કેન્દ્ર સરકારના મંત્રાલયો સિવાય બિહાર અને ઝારખંડ કેડરમાં વર્ષો સુધી પોતાની સેવાઓ આપી છે. રાજીવ કુમાર કેન્દ્રીય નાણા સચિવના પદ પરથી વર્ષ ૨૦૨૦માં નિવૃત્ત થયા હતા.

Rajiv-Kumar-Appoint-as-the-Chief-Election-Commissioner.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *