Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુરુવારથી પરીક્ષા લેવામાં આવનાર હોય જેનો વિરોધ વિદ્યાર્થી સંગઠન N.S.U.I દ્વારા કરવામાં આવ્યો હતો

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુરુવારથી પરીક્ષા લેવામાં આવનાર હોય જેનો વિરોધ વિદ્યાર્થી સંગઠન N.S.U.I દ્વારા કરવામાં આવ્યો હતો.*

*રાજકોટ શહેર તા.૨૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માસ્ટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પણ આ સમાચાર સાંભળીને કયાંકને કયાંક વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં એક ભયની લાગણી વ્યક્ત થઇ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને સ્ટાફ આટલું સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડને લગતી તમામ તકેદારીઓ રાખતા હોય છતાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવતો હોય તો શું વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝીટીવ નહીં આવે. જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ રાજકોટ શહેર N.S.U.I ની સ્પષ્ટ માંગણી છે કે આગામી સૌરાષ્ટ્ર યુનિ.ની ૨૭ તારીખથી યોજાનારી પરીક્ષાઓ વિદ્યાર્થીઓ અને સમાજના હિતને ધ્યાને લઇ તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવે. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શહેર વિદ્યાર્થી યુનિયન પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભાવેશભાઇ રાજપુત, નિલરાજ ખાચર, દિપક કારેલીયા, વિશ્ર્વદિપસિંહ જાડેજા, સાગર જાદવ, દિગપાલસિંહ જાડેજા, માધવ આહીર, રોલા મંથન, મયુરસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, રવિ રાઠોડ, કર્મદિપસિંહ જાડેજા, ભવ્ય પટેલ, પરવેઝભાઇ, વિશ્ર્વજિતસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200827-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *