Gujarat

દેવભૂમિ દ્વારકામાં જૂગાર રમતા ૭ જુગારીયોની ધરપકડ કરાઈ

ખંભાળિયા
દ્વારકા ના મીઠાપુર વિસ્તારમાં અમુક શખસો એકત્ર થઇ જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડતા ત્રણેક શખસો જુગાર રમતા મળી આવ્યા હતા.આથી પોલીસે અજુભા ઉર્ફે અજય ભગતભા સુમણિયા, ભીખુભા કારૂભા માણેક તથા કચરાભા લાખાભા માણેકને પકડી પાડી રોકડા રૂ.૧૫,૫૪૦ સહિતની માલમતા કબજે કરી હતી. જયારે દ્વારકા તાલુકાના પોશીત્રા ટેકરી વિસ્તારમાં પોલીસે જુગાર રમતા ઈસમો હાજી દાઉદભાઈ કાટીયા, આમીન બિલાલભાઈ સોઢા તથા મહિલા આરોપી જુબીબેન સુલેમાન ખુરેશી, જમીલાબેન હાજી ભીખલાણી સહિતનાને પકડી પાડી રોકડ રકમ સહિત રૂ. ૧૦,૫૦૦ની માલમતા કબજે કરી હતી.પોલીસે જુદા જુદા દરોડામાં પકડાયેલા તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. રૂપેણ બંદરે પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમ્યાન બંદરના જાેડીયા પીરની દરગાહ સામે આવેલા દંગામાં એક શખ્સ આઈપી એલની મેચ ટીવી પર નીહાળી જુગાર રમે છે તેવી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી અનવર હબીબભાઈ જાડા નામનો શખ્સ ક્રિકેટ મેચના સેશન, પરિણામ ઉપર સટ્ટો લેતો ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ૧૨૧૫૦ રોકડા, ફોન મળી રૂ.૧૫૧૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આરોપીએ પોતાની પાસેથી કપાત લેતા દીપુભા રાયસંગભા કેર તથા એક અજાણ્યા શખ્સના મોબાઈલ નંબર આપ્યા છે. જેને પોલીસે પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે મીઠાપુર અને પોશીત્રમાં જુદા જુદા બે સ્થળે જુગાર અંગેના દરોડા પાડી જુગાર રમતા ૨ મહિલા સહિત સાતને પકડી પાડયા હતા.પોલીસે જુદા જુદા સ્થળેથી રોકડ રકમ સહિત રૂ. ૨૬૦૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Seven-including-two-women-were-caught-gambling.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *