Delhi

દેશમાં ફરીથી કોરોના વાયરસનો ખતરો રોકેટ ગતિએ વધી રહ્યો છે

નવીદિલ્હી
દેશમાં ફરીથી કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. ફરીથી કોરોના વાયરસના નવા કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેણા કારણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮૫૮ નવા કેસ નોંધાયા છે. અગાઉ શુક્રવારે ૨૮૪૧ નવા કેસ નોધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ૧૮,૦૯૬ છે, જ્યારે અત્યાર સુધી ૪,૨૫,૭૬,૮૧૫ દર્દીઓ સ્વસ્થ્ય થઈને ઘરે પહોંચ્યા છે. જ્યારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોવિડ ૧૯ની રસીના ૧,૯૧,૧૫,૯૦,૩૭થી વધુ ડોઝ લોકોને આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સાત ઓગસ્ટ ૨૦૨૦ના રોજ કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦એ ૩૦ લાખ અને પાંચ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૪૦ લાખથી વધારે થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ એ ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્બરે ૯૦ લાખને પાર પહોંચી ગયા હતા. દેશમાં ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ આ કેસ એક કરોડથી વધુો થઈ ગયા હતા. ગત વર્ષ ચાર મેના રોજ સંક્રમિતોની સંખ્યા ૨ કરોડ અને ૨૩ જૂન ૨૦૨૧ના રોજ ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. આ વર્ષ ૨૬ જાન્યુઆરીએ કોરોના કેસ ચાર કરોડને પાર પહોંચી ગયા હતા.

India-All-Ovr-India-Coronavirus-New-Cases-in-India-in-last-24-hours.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *