Delhi

દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડીંગ આગની ઝપેટમાં બળીને ખાખ થઈ

નવીદિલ્હી
દિલ્હી આગ લાગતી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાંથી કુલ ૨૬ મૃતદેહો મળી આવ્યા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. હજુ ૩૦થી૪૦ લોકો ફસાયેલા છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની માહિતી લગભગ ૪.૪૦ કલાકે મળી હતી, ત્યારબાદ ૨૪ ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગની માહિતી મળતાં જ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બારીઓના કાચ તોડીને બચાવી લેવામાં આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આઉટર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સમીર શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં કંપનીઓની ઓફિસ છે. ડીસીપીના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ આવેલી છે. પોલીસે જણાવ્યું કે કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે જણાવ્યું કે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ઇમારત ત્રણ માળની છે અને તે કોમર્શિયલ બિલ્ડિંગ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કંપનીઓને ઓફિસની જગ્યા પૂરી પાડવા માટે થાય છે. આગની ઘટના બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી. હાલ જાણવા મળી રહ્યું છે કે કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ ૯ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. દાઝી ગયેલા પીડિતોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી

India-Delhi-Kirtinagar-Industrial-Area-Breck-out-the-Fire.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *