Rajasthan

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનિલ જાખડે કોંગ્રસ પાર્ટી માંથી રાજીનામું આપ્યું

રાજસ્થાન
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સુનીલ જાખડે શનિવારે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પરથી લાઈવ થઈને કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કોંગ્રેસમાં જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી રાજનીતિ પર સવાલ ઉઠાવ્યા અને હાઈકમાન્ડન પર નિશાન સાંધ્યું હતું. સુનીલ જાખડે જણાવ્યું છે કે પંજાબમાં જે કોંગ્રેસના ઈન્ચાર્જ હતા, તેમણે નોટિસ ના આપીને અમને આપવામાં આવી. જાે મારા લીધે પંજાબમાં સરકાર ના બની તો અમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં કેમ ના આવ્યા? તેમણે જણાવ્યું કે નોટિસ આપીને તમે મારું શું બગાડશો? ચાપલૂસોની સાથે રહેવું તમને મુબારક, પરંતુ ર્નિણય તો લો. સાચું કે ખોટું એ તો સમય જ બતાવશે. સુનીલ જાખરે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ઉદયપુરમાં કોંગ્રેસનું ચિંતન શિવર ચાલી રહી છે. અહીં પાર્ટીના દિગ્ગજ નેતાઓ ભેગા થઈને આગળની રણનીતિ નક્કી કરી રહ્યા છે. ૧૩ મેથી શરૂ થયેલો આ કેમ્પ ત્રણ દિવસ ચાલશે. આજે તેનો બીજાે દિવસ છે. સુનીલ જાખડ પાર્ટી વિરોધી ગતિવિધિઓ વિરુદ્ધ પોતાના વિરુદ્ધ થયેલી કાર્યવાહીને લઈને પાર્ટીથી નારાજ હતા. ૬૮ વર્ષીય નેતાએ જણાવ્યું કે દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસ નેતાઓને પંજાબમાં પાર્ટીને બર્બાદ કરી નાંખી. રાજ્યમાં કોંગ્રેસને એક ગરીબ બસપાના રૂપમાં રજૂ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે ભાવનાત્મક આક્રોશમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જણાવ્યું કે, તમે તમારી વિચારધારાથી પીછેહટ ના કરો. બીજી બાજુ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા સુનીલ જાખડે જણાવ્યું કે, તેઓ ખુબ જ સારા વ્યક્તિ છે. તેમણે ઉમેર્યું કે, રાહુલ પાર્ટીની બાગડોર પોતાના હાથમાં લે. સુનીલ જાખડે રાહુલ ગાંધીને ચાપલૂસોથી પોતાની જાતને દૂર રાખવાનો આગ્રહ કર્યો. તેમણે પાર્ટીને ગુડ લક અને અલવિદા કોંગ્રેસ કહીને પોતાની વાત પુરી કરી. કોંગ્રેસે તાજેતરમાં સુનીલ જાખડ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. તેમણે પાર્ટીના તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પંજાબ કોંગ્રેસે તેમણે ૨ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેંડ કરવાની પણ ભલામણ કરી હતી, જેના પર સોનિયા ગાંધીનો ર્નિણય લેવાનો બાકી હતો.રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સુનિલ જાખડે કોંગ્રેસ પાર્ટી છોડવાની જાહેરાત કરી નાંખી છે. તેમણે જણાવ્યું છે કે આજે કોંગ્રેસ પાર્ટી ખાટલા પર નજરે પડી રહી છે. ગુડ લક એન્ડ ગુડ બાય ટૂ કોંગ્રેસ પાર્ટી.

Congress-Leader-Sunil-Jakhar-Left-The-Party.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *