નવીદિલ્હી
ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં થોડો ઘટાડો થવા સાથે વૈશ્વિક પુરવઠામાં ઘટાડો થવાને કારણે પણ તેની કિંમતોમાં પણ વધારો થયો છે. આ જ કારણ છે કે, ગયા મહિને ઘઉં અને લોટના સ્થાનિક ભાવમાં પણ વધારો થયો હતો. ખાદ્ય સચિવે જણાવ્યું હતું કે, ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં સંભવિત ઘટાડો અને સરકારી ખરીદીમાં ઘટાડાથી ઘઉંના પીડીએસને અસર થવાની અપેક્ષા નથી. પી.ડી.એસઁડ્ઢજી સરળતાથી ચાલવાનું ચાલુ રાખશે. વાણિજ્ય મંત્રાલયના ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડએ શુક્રવારે રાત્રે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જાે કે, તેણે નોટિફિકેશનની તારીખે અથવા તે પહેલાં જારી કરાયેલ માન્ય એલઓસી સાથે ઘઉંની નિકાસને મંજૂરી આપી છે. ખાદ્ય સચિવે કહ્યું, “વૈશ્વિક માંગ વધી રહી હતી અને વિવિધ દેશો પ્રતિબંધો લાદી રહ્યા હતા. ધારણાઓ દ્વારા કિંમતો નક્કી કરવામાં આવી રહી હતી. અમને વિશ્વાસ છે કે, હવે ધારણાઓ પણ કિંમતોને નીચે લાવવા માટે કામ કરશે. આ દિવસોમાં ઘણા પ્રદેશોમાં વૈશ્વિક કિંમતો સાથે આયાત મોંઘવારી છે. ઘઉંના કિસ્સામાં પણ એવું જ થઈ રહ્યું હતું. ઘઉંના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યા છે. અન્ય દેશોના ઘઉં ૪૨૦-૪૮૦ ડોલર પ્રતિ ટનના ઊંચા ભાવે વેચાઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે, આવી સ્થિતિમાં ભારતે વધતી જતી સ્થાનિક કિંમતોને નિયંત્રિત કરવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો. આ ર્નિણય ચોક્કસપણે કિંમતોને નીચે લાવવામાં મદદ કરશે. જાે કે, તેમણે કહ્યું હતું કે, ભાવમાં કેટલો ઘટાડો થશે તેની આગાહી કરી શકાતી નથી. “પરંતુ સ્થાનિક ભાવ નિઃશંકપણે એક કે બે અઠવાડિયામાં નીચે આવશે”.કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ શનિવારે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ઘઉં અને ઘઉંના લોટના છૂટક ભાવમાં ૧૯ ટકા સુધીનો ઈશારો કરતા કહ્યું કે, સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવાના ર્નિણયને કારણે એક કે બે અઠવાડિયામાં સ્થાનિક માર્કેટમાં ઘટાડો થવાની ધારણા છે.
