બિહાર
બિરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુપૌલ બજારના શેખપુરા મોહલ્લાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખુર્શીદ આલમની બંને પત્નીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદમાં તેની પહેલી પત્ની પરવીન ગુસ્સામાં આવી ગઈ હતી અને શનિવારે વહેલી સવારે ઘરને જ આગ લગાવી દીધી હતી. આ આગમાં ઘરને આગ લગાડનાર પરવીન સહિત ચાર લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટનામાં ખરાબ રીતે દાઝી ગયેલા ખુર્શીદ આલમ (૪૦) અને તેની બીજી પત્ની રોશની ખાતૂનને દરભંગા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં (ડ્ઢસ્ઝ્રૐ) સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ બંનેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મિકેનિક તરીકે કામ કરતા ખુર્શીદ આલમના લગ્ન લગભગ દસ વર્ષ પહેલા બીબી પરવીન સાથે થયા હતા. પરંતુ સંતાન ન થતાં ખુર્શીદે બે વર્ષ પહેલા પડોશી ગામની ૩૨ વર્ષની રોશની ખાતુન સાથે બીજા લગ્ન કર્યા હતા. પરવીન તેના પતિના બીજા લગ્નથી ખુશ નહોતી. તે સતત તેનો વિરોધ કરતી હતી. તેણે ખુરશીદને ચેતવણી પણ આપી હતી. આ બાબતને લઈને ખુર્શીદ આલમની બંને પત્નીઓ વચ્ચે અવાર નવાર વખત ઝઘડો થયો હતો. આ સમગ્ર મામલે હેડક્વાર્ટરના ડ્ઢજીઁ અમિત કુમારે ૪ લોકોના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે, આ ઘટના શનિવારે સવારે લગભગ ૫ વાગ્યે બની હતી. હોસ્પિટલમાં દાખલ ખુર્શીદ આલમે મરતા પહેલાં પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું, જે મુજબ તેની પ્રથમ પત્નીને કેટલાક લોકો દ્વારા ઉશ્કેરવામાં આવી હતી, જેના કારણે તેણે આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે ઉશ્કેરણી કરનારનું નામ આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે ખુર્શીદ આલમના નિવેદન પર કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.આજકાલ માનવજાતની સહન કરવાની ક્ષમતા ઘટતી જઈ રહી છે અને અમુક કિસ્સામાં ક્રૂરતા પણ વધી રહી છે. આ જ પ્રકારનો એક દિલધડક કિસ્સો બિહારના દરભંગામાં સામે આવ્યો છે. અહીં ઘરેલુ વિવાદમાં પત્નીએ પોતાના જ ઘરમાં આગ ચાંપી દીધી છે. આગને કારણે ઘરના જ ચાર લોકો દાઝી ગયા છે.
