Gujarat

જ્ઞાનવાપી મસ્જિદમાં સરવેનું કામ પૂરું

વારાણસી
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને કોર્ટે ૧૨મી મેના રોજ મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સરવે માટે નિયુક્ત કરેલા એડવોકેટ કમિશનર અજયકુમાર મિશ્રાને હટાવવાની ના પાડી દીધી. જાે કે કોર્ટે મિશ્રા ઉપરાંત વિશાલકુમાર સિંહને પણ કોર્ટ કમિશનર નિયુક્ત કર્યા અને આ સિવાય અજય સિંહને આસિસ્ટન્ટ કમિશનર બનાવવામાં આવ્યા હતા. કોર્ટે ૧૭મી મે સુધી સરવેની કામગીરી પુરી કરીને રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું. સરવેમાં સામેલ વાદી અને તેમના વકીલો રવિવારે ખુબ ઉત્સાહમાં જાેવા મળ્યા હતા. તેમણે સીધે સીધું તો કઈ પણ કહેવાની ના પાડી દીધી. ફક્ત એટલું જ કહ્યું કે તેમના પક્ષમાં આશા કરતા વધુ પુરાવા મળ્યા છે.વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં આજે ત્રીજા દિવસે પણ સરવેની કામગીરી ચાલી. હવે સરવેનું કામ પૂરું થઈ ગયું છે. આ મામલે કોર્ટ કમિશનની બીજા દિવસની કાર્યવાહીમાં રવિવારે મસ્જિદ પરિસરમાં કૂવો અને કૃત્રિમ તળાવ મળી આવ્યા છે. કૂવો કાટમાળથી ભરેલો હતો જ્યારે કૃત્રિમ તળાવમાં પાણી ભરેલું છે. કહેવાય છે કે તે ઘણા સમય પહેલા બનેલું છે. તે પાણીનો ઉપયોગ નમાઝી કરે છે. તેમાં રંગીન માછલીઓ પણ છે. જ્ઞાનવાપી મસ્જિદનો આજે ત્રીજા દિવસે પણ સરવે થયો. અત્રે જણાવવાનું કે વારાણસી કોર્ટે ૧૭મી મે સુધીમાં આ સરવે પૂરો કરીને વિસ્તૃત રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપેલો છે. આ બાજુ હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠીએ કહ્યું હતું સોમવાર સુધીમાં આ સરવે પૂરો થવાની શક્યતા છે. સર્વેનું ૮૦ ટકા જેટલું કામ રવિવારે જ પૂરું થઈ ગયું હતું. રવિવારે જ્યારે સરવે માટે ડીએમ અને પોલીસ કમિશનર સૌથી પહેલા પહોંચ્યા ત્યારબાદ ત્રણ કોર્ટ કમિશનર, પક્ષકારો અને તેમના વકીલો પણ પહોંચ્યા હતા. સવારે ૮ વાગે સરવે શરૂ થયો હતો. ટીમ સૌથી પહેલા ભોયરામાં ગઈ હતી જ્યાં કાટમાળ હોવાના કારણે શનિવારે સરવે થઈ શક્યો નહતો. સફાઈકર્મીઓ પાસેથી કાટમાળ હટાવીને ત્યારબાદ વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી. તેમાં તૂટેલી મૂર્તિ પણ મળી પરંતુ ક્ષતિગ્રસ્ત હોવાના કારણે ઓળખ થઈ શકી નહીં. નમાઝના સ્થળ પાસેના સભાગાર પાસે અનેક દરવાજા છે. કેટલાક લાકડાના તો કેટલાક લોખંડના બનેલા છે. મોટા મોટા સ્તંભો પર દીવા, સ્વસ્તિક વગેરે આકૃતિઓ પણ ઉભરેલી જાેવા મળી. આવી આકૃતિઓ પશ્ચિમી દિવાલ પર કોતરાયેલી છે. અનેક આકૃતિઓ ચૂનો અને પેઈન્ટના કારણે નષ્ટ થયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *