Gujarat

રાજકોટમાં વીસીઈ કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને ધરણા કર્યા

રાજકોટ
રાજ્યના વીસીઇ કર્મીઓ દ્વારા વિવિધ માગોને લઇ વિરોધ કરાઇ રહ્યો છે. વીસીઇ કર્મીઓની માંગ છે કે, ગ્રામ પંચાયતોમાં વીસીઇ કર્મીઓને કમિશન મળે અને સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે સાથે જ વીસીઇ કર્મીને પગાર ધોરણ આપવામાં આવે અને કાયમી કરી સરકારી લાભ આપવામાં આવે, આ ઉપરાંત વીસીઇ કર્મચારીઓની માંગ છે કે, કમિશન મળે સાથે જ તેઓ જેટલું કામ કરે છે તેટલો તેમને પગાર મળે. અને જે પગાર આપવામાં આવે છે. તેમા થતો ભેદભાવ દૂર કરવામાં આવે છે. તથા તેમને કાયમી કરીને દરેક પ્રકારના સરકારી લાભ આપવામાં આવે. વીસીઇની હડતાળને કારણે ગામડાંઓમાં રેશનિંગ કાર્ડ, આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, ૭-૧૨ ઉતારા સહિતની સરકારી યોજના સંલગ્ન મહત્ત્વની કામગીરીઓ ખોરવાતા ગ્રામજનોને રીતસર રઝળપાટ થઇ રહી છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ કેન્દ્રો આવેલા છે. અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં વીસીઇ કર્મી હોય છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજાના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે. તેમ છતાં સરકાર તરફથી લાભ આપવામાં ન આવતો હોવાનો આક્ષેપ વીસીઇ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લા પંચાયત ખાતે વીસીઇ કર્મચારીઓ અર્થાત વિલેજ કોમ્પ્યુટર આંત્ર્યપ્રિન્યોર દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. જિલ્લાના અનેક ગામડાઓમાંથી વીસીઇ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. અને પોસ્ટર દર્શાવી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ગત ૧૧મી મેથી પોતાની પડતર માગણીઓના કારણે વીસીઇ દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળના કારણે ગ્રામ્ય સ્તરે પંચાયતમાં ઓનલાઇન કામગીરી ખોરવાઇ હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ વીસીઇની હડતાળને તલાટી મંત્રી મંડળ સરપંચ મંડળ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

VCE-employees-staged-a-sit-in-demanding-payment.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *