નવીદિલ્હી
ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેનું કામ ત્રણ દિવસ પછી પુરું થઇ ગયું છે. આ દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે નંદીના મુખ સામે મસ્જિદના વજુખાનામાંથી ૧૨ ફૂટ ૮ ઇંચનું શિવલિંગ મળી આવ્યું છે. આ સાથે કોર્ટના આદેશ પર જિલ્લા પ્રશાસને શિવલિંગ વાળા વિસ્તારને સીલ કરવાની સાથે સીઆરપીએફ ગોઠવી દીધી છે. બીજી તરફ વજુખાના સીલ થયા પછી મુસ્લિમ પક્ષે દાવો કર્યો છે કે જેને શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે તે એક ફુવારો છે. આટલું જ નહીં મુસ્લિમ પક્ષના વકીલોએ તેનો ફોટો પણ વાયરલ કર્યો છે. શિવલિંગના ફોટા સિવાય વીડિયો પણ વાયરલ થયો છે.વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં થઇ રહેલા નવા ખુલાસા વચ્ચે આજે બધાની નજર સુપ્રીમ કોર્ટ પર છે. જ્ઞાનવાપી પરિસરમાં મા શ્રૃંગાર ગોરી સ્થળના વીડિયોગ્રાફી સર્વેના આદેશને મસ્જિદ કમિટીએ પડકાર આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડની બેન્ચ મંગળવારે આ મામલે સુનાવણી કરશે. મુસ્લિમ પક્ષની દલીલ છે કે જ્ઞાનવાપીની વીડિયોગ્રાફી કરાવવાનો આદેશ ૧૯૯૧ના પૂજાસ્થળ કાનૂનની જાેગવાઇની વિરુદ્ધ છે. ૧૯૯૧માં બનેલો પૂજાસ્થળ કાનૂન (વિશેષ જાેગવાઇ) કહે છે કે પૂજા સ્થળોની જે સ્થિતિ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ હતી તે કાયમ રહેશે. ફક્ત અયોધ્યાના રામ જન્મભૂમિ મામલાને આ કાનૂનથી છૂટ આપવામાં આવી હતી. આ કાનૂન પ્રમાણે અયોધ્યા સિવાય કોઇ અન્ય પૂજાસ્થળનું ધાર્મિક સ્વરૂપ બદલવાની માંગણી કરતા કોર્ટમાં કેસ ચલાવી શકાય નહીં. જાેકે આ કાનૂનની વૈધાનિકતાને પડકાર સુપ્રીમ કોર્ટમાં પહેલા જ આપવામાં આવ્યો છે, જેના પર સુનાવણી થવાની છે. પૂજાસ્થળ કાનૂનને એ કહીને પડકાર આપવામાં આવ્યો છે કે આ ન્યાયિક સમીક્ષા પર રોક લગાવે છે, જે સંવિધાનનો એક બુનિયાદી આધાર છે. આ રીતે હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખોના ધાર્મિક અધિકારોને કમ કરે છે. સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં દાખલ બે કેસોમાંથી એકમાં કેન્દ્ર સરકારને માર્ચ ૨૦૨૧માં નોટિસ જાહેર કરી હતી. જેનો જવાબ સરકારે આપવાનો છે.