નવીદિલ્હી
ભારતમાં રેલવે મુસાફરી માટેનું સૌથી મોટુ પ્લેટફોર્મ છે. દિવસમાં કરોડો ભારતીયોને પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચાડનાર ભારતીય રેલ ૨૪ કલાક દોડતી રહે છે. ભારત મોટો દેશ છે એટલે એક ખુણાથી બીજા ખુણામાં પહોંચવા માટે લાંબો સમય લાગે છે. ભારતીય રેલવે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ચારે તરફ ટ્રેન ચલાવે છે. દેશમાં ઘણી એવી ટ્રેન છે જે ૧૨-૧૨ રાજ્યોમાંથી પસાર થાય છે. ૧. ડિબ્રૂગઢ કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ ભારતીય રેલવે પ્રમાણે આ ટ્રેન ભારતમાં સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેનમાં નંબર એક પર છે. આ ટ્રેન ડિબ્રૂગઢથી કન્યાકુમારી વચ્ચે ૪૨૪૭ કિલોમીટરની સફર ૮૨.૫૦ કલાકમાંપૂરી કરે છે. આ દરમિયાન ટ્રેન ૫૭ સ્ટેશનો પર સ્ટોપ કરે છે. ૨. કટરા-કન્યાકુમારી હિમસાગર એક્સપ્રેસ આ ટ્રેન ભારતની બીજી સૌથી લાંબા અંતરની ટ્રેન છે જે ૩૭૧૪ કિમીનું અંતર કાપે છે. ઉત્તરમાં તે જમ્મુ-તવીથી દક્ષિણમાં કન્યાકુમારી સીધુ ચાલે છે. આ ટ્રેન ૯ રાજ્યોમાંથી પસાર થાય છે. આ ટ્રેન આશરે ૭૫ સ્ટેશનો પર સ્ટોપ કરે છે. ૩. કટરા-મૈંગલોર નવયુગ એક્સપ્રેસ આ ભારતની ત્રીજી સૌથી લાંબા અંતરની ટ્રેન છે, જે જમ્મુ-કાશ્મીરના કટરાથી ચાલીને મૈંગલોર પહોંચે છે. આ દરમિયાન ટ્રેન ૭૨ કલાક ૫૦ મિનિટમાં ૩૬૭૪ કિમીનું અંતર કાપે છે. આ ટ્રેન ૧૨ રાજ્યોના ૬૭ સ્ટેશનો પર સ્ટોપ કરે છે. આ ટ્રેનમાં બેસીને લગભગ અડધા ભારતની સભ્યતા અને સંસ્કૃતિને જાેઈ શકાય છે. ૪. ન્યૂ તિનસુકિયા-બેંગલુરૂ સિટી એક્સપ્રેસ આ ટ્રેન અસમના ન્યૂ તિનસુકિયાથી ચાલી ૬૫ કલાક ૫૫ મિનિટમાં ૩૬૧૫ કિમીનું અંતર કાપી બેંગલોર પહોંચે છે. આ દરમિયાન ટ્રેન ૩૯ સ્ટેશનો પર સ્ટોપકરે છે. ૫. ગુવાહાટી-તિરૂઅનંતપુરમ એક્સપ્રેસ આ ટ્રેન અસમના ગુવાહાટીથી કેરલના ત્રિવેન્દ્રમ સુધીની યાત્રા કરે છે. આ દરમિયાન ટ્રેન ૩૫૫૨ કિમીનું અંતર ૬૪ કલાક ૧૫ મિનિટમાં કાપે છે. આ દરમિયાન ટ્રેન ૫૦ સ્ટેશનો પર સ્ટોપ કરે છે. સપ્તાહમાં એક દિવસ ચાલતી આ ટ્રેન પોતાના ગંતવ્ય સ્થળ પર ત્રણ દિવસમાં પહોંચે છે.
