Gujarat

પોરબંદરના કીર્તિ મંદિરની મુલાકાત લેતા આપના નેતાઓ

પોરબંદર
આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં રાજકીય માહોલ બની રહ્યો છે. આગામી ચૂંટણીમાં વિધાનસભાની ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલી આમ આદમી પાર્ટીએ પોરબંદરમાં પરિવર્તન યાત્રા યોજી હતી. પોરબંદર આવેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ કીર્તિ મંદિરની મુલાકાત લઇ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રચાર અભિયાનનો આરંભ કરી દીધો છે.આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા રવિવારથી રાજ્યના છ અલગ અલગ સ્થળો પરથી પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી હતી. આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી તરફથી શરૂ કરાયેલી પરિવર્તન યાત્રાનું આજે પોરબંદમાં આયોજન કરાયું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓએ લીધી પોરબંદરમાં કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. ઇશુદાન ગઢવી સહિતના આગેવાનોએ કીર્તિ મંદિરની મુલાકાત લઇ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોરબંદર શહેર તેમજ રાણાવાવ અને કુતિયાણામા પણ આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા યોજાશે.

Your-leaders-visited-the-Kirti-Mandir-in-Porbandar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *