Gujarat

વેકેશનમાં માસીના ઘરે આવેલી ધો.૯ની વિદ્યાર્થી ૭ માળેથી પડતા મોત

રાજકોટ
વડોદરા રહેતી અને હાલ રાજકોટમાં રૈયાધાર શાંતિનગરમાં રહેતા માસી અંજલીબેનના ઘરે આવેલી ધ્વનિ ચંદ્રેશભાઇ મકવાણા (ઉં.વ.૧૪) અકસ્માતે સાતમા માળેથી નીચે પટકાઈ હતી. ધ્વનિને ગંભીર ઈજા પહોંચતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બાદમાં બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી ધ્વનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધ્વનિ તેના માતા-પિતાની એકની એક પુત્રી હતી અને ધો.૯માં અભ્યાસ કરતી હતી. હાલ ઉનાળાનું વેકેશન હોવાથી ધ્વનિ રાજકોટમાં રહેતા માસી અંજલીબેનના ઘરે વેકેશન ગાળવા આવી હતી. દરમિયાન માસીના ઘરે પેટી ઉપર ચડીને નીચે જાેવા જતા અકસ્માતે સાતમા માળેથી પટકાતાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.રાજકોટમાં માસીના ઘરે વડોદરાથી વેકેશન માણવા આવેલી ધો.૯ની વિદ્યાર્થિની અકસ્માતે સાતમા માળેથી નીચે પટકાઈ હતી. જાેકે ગંભીર રીતે ઘવાયેલી તરુણીને સારવર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

The-student-accidentally-fell-from-the-seventh-floor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *