ભાવનગર
તમે અનેક લગ્નો જાેયા હશે, વાંચ્યા હશે કે તેના વિશે સાંભળ્યું હશે અમુક લોકો પોતાની લગ્નની જાન, હેલિકોપ્ટર, મોંઘીદાટ કારો તેમજ હાથી ઘોડા પર સવાર થઈ લઇ જતા હોય છે. ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાંતણિયા ગામે વરરાજાની જાન જેસીબીમાં વાજતેગાજતે આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પ્રચલિત બન્યો છે. જેસર તાલુકાના તાંતણિયા ગામ ખાતે દાઉદભાઈ અલીભાઈ ઓઢેજાના દીકરા નજીરભાઈ ઓઢેજા પોતાની જાન જેસીબીમાં વાજતે-ગાજતે ધામધૂમથી નીકળી પોતાના સાસરે પહોંચ્યા હતા, જેને જાેઈ આજુબાજુનાં ગ્રામજનો તેમજ લગ્નમાં પધારેલા મહેમાનોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો. લગ્ન પ્રસંગ યાદગાર બનાવવા લોકો અવનવા કીમિયાઓ અજમાવતા હોય છે, જેમાં લોકો હેલિકોપ્ટર, બાઇક, મોંઘીદાટ કાર, ટ્રેક્ટરો, બળદગાડા, ઘોડાગાડી, ઊંટ ગાડીઓમાં પોતાની જાન જાેડાવતા હોય છે, ત્યારે હવે એમાં જેસીબીનું નામ પણ ઉમેરાયું છે.ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાંતણિયા ગામે વરરાજા પોતાની જાન ગાડીમાં કે હાથી-ઘોડા પર નહિ, પરંતુ જેસીબીમાં જાેડીને આવતાં લોકોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો. ઉપરાંત આ ઘટનાનો વીડિયો પંથકમાં સોશિયલ મીડિયામાં પણ ખૂબ પ્રચલિત બનવા પામ્યો હતો. સમગ્ર રાજ્યમાં લગ્નપ્રસંગની સીઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે પ્રસંગો યાદગાર બનીને રહી જાય એ માટે લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે. ત્યારે તાંતણિયાના આ વરરાજાએ તેમના લગ્નને અનોખા અને યાદગાર બનાવવા જાન જેસીબીમાં જાેડી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
