Gujarat

લખતરના નાયબ મામલતદાર સહિત ૧૩ લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાના માલવણ ગામે દીક્ષાધામ ગુજરાત ખાતે ખેરવા ગામના ૧૩ જેટલા લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ દીક્ષાધામના કાર્યક્રમમાં ધર્મચાર્ય મિત્રસેને બૌદ્ધ ધર્મ અંગે પ્રવચનો કર્યા હતા. આ દીક્ષા સમારોહમાં લખતરના નાયબ મામલતદાર સહિતના ભાઈ-બહેનોએ દીક્ષા અંગીકાર કરતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક જાેવા મળ્યા હતા. જેમાં પ્રવચન બાદ પ્રતિજ્ઞા લેવડાવીને દીક્ષા ગ્રહણ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એક સાથે ૧૩ લોકોએ હિન્દૂ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ગામના દીક્ષાધામ ગુજરાત ખાતે ખેરવા ગામના ૧૩ જેટલા લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ દીક્ષા સમારોહમાં લખતર નાયબ મામલતદાર સહિતના ભાઈ-બહેનોએ દીક્ષા અંગીકાર કરતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક સાંભળવા મળી રહ્યાં છે.

As-many-as-13-people-converted-from-Hinduism-to-Buddhism.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *