તમિલનાડુ
તમિલનાડુના સાલેમમાં પૂરપાટ ઝડપે આવતી બે બસો વચ્ચે ભયંકર ટક્કર થઈ. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ અકસ્માતનો એક શોકિંગ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બસની અંદરનો છે. પૂરપાટ ઝડપે દોડતી બસ અચાનક બીજી બસ સાથે ટકરાઈ જાય છે. અકસ્માત સમયનો આ વીડિયો હચમચાવી નાખે તેવો છે. અકસ્માત ૧૭મી મેના રોજ મંગળવારે થયો હોવાનું કહેવાય છે. જે મુજબ ૩૦ મુસાફરોને લઈને એક બસ ઈડાપ્પડીથી નીકળી હતી અને રસ્તામાં અન્ય એક ખાનગી બસ સાથે ટકરાઈ. અકસ્માતગ્રસ્ત બીજી બસ થિરુચેંગોડથી આવી રહી હતી અને તેમાં ૫૫ વિદ્યાર્થીઓ સવાર હતા. જ્યારે બસ એડપ્પાડી-શંકરી હાઈવે પર કોઝીપનઈ બસ સ્ટોપ પાસે પહોંચી તો તે પરસ્પર ટકરાઈ ગઈ. બસ જઈ રહી છે અને અચાનક બીજી બસ સાથે ટકરાય છે. ટક્કર થતાની સાથે જ બસ ચાલક તેની સીટ પરથી બીજી બાજુ ફેંકાઈ જાય છે. બસના આગળના ભાગને ટક્કરથી નુકસાન થયેલું દેખાય છે. વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. બસ ડ્રાઈવરને ખબર જ ન પડી કે સામે ગાડી ક્યારે આવી ગઈ. ભયંકર ટક્કર બાદ ડ્રાઈવરની હાલત ખરાબ થઈ ગઈ. તે હોશમાં હતો અને તેની પાછળ બેઠેલી મહિલા પડી ગઈ હતી. આ વીડિયો જાેઈને તમારા રૂવાડાં ઊભા થઈ જશે.
