Gujarat

હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

અમદાવાદ
હાર્દિકની કોંગ્રેસ છોડવાની વાત વચ્ચે એવી અટકળો પણ ચાલી રહી હતી કે તે ભાજપમાં જાેડાઈ શકે છે, પરંતુ તેના એક સમયના સાથી વરુણ પટેલે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, જ્રમ્ત્નઁ૪ય્ેદ્ઘટ્ઠટ્ઠિં ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે એ જાેતાં કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જાેડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે, બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે, માયકાંગલો નથી ! હાર્દિક પટેલ ૧૨ માર્ચ, ૨૦૧૯ના રોજ કોંગ્રેસ પક્ષમાં જાેડાયા હતા. ત્યારથી અત્યાર સુધી એટલે કે ૩ વર્ષ, ૨ મહિના અને ૬ દિવસ સુધી તે કોંગ્રેસમાં રહ્યા, જે ૧૧૬૧ દિવસ થાય છે. આ બાદ હવે તેણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેની જવાબદારી નક્કી હોય છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું છે. હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ અને નિવેદનથી પણ તેનું કાૅંગ્રેસ સાથે અંતર સ્પષ્ટ જણાતું હતું. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જાેવા મળી હતી.છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટિ્‌વટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

hardik-patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *