રાજકોટ
હાર્દિક પટેલે રાજીનામું આપ્યું છે એ કોઈ પક્ષમાં જવા માટે આપ્યું નથી, કોંગ્રેસમાં નારાજ હોવાથી રાજીનામું આપ્યું છે. હું સમજુ છું ત્યાં સુધી તેને કોઈ રાજનૈતિક અપેક્ષાઓ હશે, કોઈ બીજા સાથે વાતચીત ચાલી રહી હશે. અમારી સાથે નારાજગી દર્શાવી પણ પરત આવી શકે છે. કોંગ્રેસમાં કેટલાય લોકો આવતા હોય છે તેમ કેટલાય જતા પણ હોય છે. હાર્દિક પટેલે ગુજરાતના નેતાઓ દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવિચ ખવડાવવાની ચિંતામાં રહે છે અને હાઇકમાન્ડ ગુજરાત પ્રત્યે નફરત જેવું વર્તન કરે છે તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, હાર્દિકે આ આરોપ લાગવ્યો છે તે હળાહળ ખોટો છે. હું માનું છું કે, આરોપ-પ્રત્યારોપ થાય એનો મતલબ એવો નથી કે બધુ સાચુ જ હોય. આ તો એક રાજનૈતિક આરોપ છે. પોતાની વાત અને કમજાેરીને છૂપાવવાની વાત છે. હું નથી સમજતો કે આવા આરોપને લઈ અમારા નેતા અહીં કામ કરે છે. દાહોદમાં અમે સૌથી મોટી રેલી યોજી હતી. કાલે રાજકોટમાં અમારી સૌથી મોટી બેઠક થઈ રહી છે. આથી મને નથી લાગતું કે આવું કઈ હોય. રાહુલ ગાંધીએ હાર્દિકનું હંમેશા સન્માન કર્યું છે. રાહુલ ગાંધીએ તેને પાર્ટીમાં લીધા હતા. ૨૦૧૭માં રાહુલ ગાંધીએ જે પણ યુવા નેતાઓએ ટિકિટની માગ કરી હતી તેમને ટિકિટ આપી હતી. અમે વરિષ્ઠ સિનિયર કાર્યકરોને બાજુમાં રાખીને જેને ટિકિટ આપવાની હતી તેને આપી હતી. નરેશ પટેલ વિશે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તેમની સાથે વાતચીત કરી રહી છે. નરેશ પટેલને બધી રાજકીય પાર્ટી માની રહી છે, નરેશ પટેલ એક સારી વ્યક્તિ છે. સમાજના લીડર છે તેના આવવાથી જરૂર અમારી તાકાત બનશે. પરંતુ ર્નિણય તેઓએ લેવાનો છે. નરેશ પટેલ સાથે ચર્ચા ચાલી રહી છે તે અમારા હાઈકમાન્ડ લેવલથી થઈ રહી છે. કાલે રાજકોટમાં અમારી સૌરાષ્ટ્રના તમામ નેતાઓ સાથે બેઠક યોજાશે. આવનારી ચૂંટણીને લઈને રણનીતિ બનાવવા, રાજનૈતિક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા બેઠક યોજાશે. હાર્દિકના રાજીનામાં પર ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. લોકશાહીમાં સૌ પોતાનો ર્નિણય લઈ શકે છે, હાર્દિકે જાેઈ વિચારીને ર્નિણય કર્યો હશે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું મહત્વનું પદ કોંગ્રેસે હાર્દિકને આપ્યું છતાં પણ નારાજગી વ્યક્ત કરે તે આશ્ચર્યની વાત છે. હાર્દિકે ભાજપમાં જવાનું મન બનાવી લીધું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે, ભાજપમાં કોંગ્રેસ જેવી કામ કરવાની સત્તા મળે તેવી શુભકામના પાઠવું છું અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું.રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાવા જઈ રહી છે. ત્યારે તૈયારીના ભાગરૂપે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી રામકિશન ઓઝા આજે રાજકોટ આવી પહોંચ્યા છે. જેમાં હાર્દિક પટેલના રાજીનામાથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ ફેર પડશે તેવા સવાલના જવાબમાં રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને ફાયદો થશે.