Gujarat

નેત્રંગમાંથી ૪ જુગારીઓને ૨.૫૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

ભરૂચ
નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ એન.જી.પાંચાણી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે આટખોલ ગામની સીમમાં આવેલા અરવિંદભાઇ કાઠીયાવાડીના ખેતરના છેડા ઉપર વિનોદ પ્રતાપભાઇ વસાવા અને અરવિંદ વસાવા બહારના ઇસમોને બોલાવી ભેગા કરી જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૧૩ હજાર અને પાંચ બાઈક તેમજ બે ફોન મળી કુલ ૨.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમણે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ૯ જેટલા જુગારીયાઓ ફરાર થઇ ગયા હતા.નેત્રંગ તાલુકાના આટખોલ ગામની સીમમાં લીમડાના વૃક્ષ નીચે ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી ૪ જુગારીઓને કુલ રૂપિયા અઢી લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ૯ જુગારી ફરાર થઈ ગયા હતા.

Four-caught-gambling.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *