શાપર-વેરાવળ માં વેરાવળ ની એસ આઇ ડી સી રોડ ઉપર આવેલ લંબેરતી કારખાના મા અગમ્ય કારણોસર આગ આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો આગ અંદાજિત રાતના ૧૧ વાગ્યાના આસપાસ આગ લાગી હતી જેમાં જોતજોતામાં જ આગ વધુ પ્રસરી જતા અફરાતફરી થોડી વાર જોવા મળી હતી.આગ લાગતા તાત્કાલિક ફાયર ફાઈટર ને જાણ કરતાં જ ઘટનાસ્થળે ગોંડલ, રાજકોટ ના ફાયર ફાયટરો પહોંચીને આગને કાબુમાં લીધી હતી સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પણ કોઈ જાનહાનિ ન થાય તે માટે પણ આજુબાજુ નો વિસ્તાર ખાલી કરાવી દીધો હતો.અને 1 કલાક થી ની ભારે જહેમત બાદ આગ કાબુ માં આવી જતા તંત્રએ રાહત નો શ્વાસ લીધો હતો.
રીપોર્ટ બાય:-પંકજ ટીલાવત
શાપર-વેરાવળ