ગિરગઢડા તા 19
ભરત ગંગદેવ..
વેરાવળ-પાટણ શહેર નગરપાલિકા દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે કે, રાજય સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના લાગુ કરવામાં આવેલ હતી. જેમાં કરદાતાઓ કરવેરાની તમામ રકમ એટલે કે મિલ્કતવેરો, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, પાણીવેરો, લાઈટવેરો તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીનો ભરપાઈ કરી આપશે તેને તા.૩૧/૦૩/૨૦૨૧ સુધીનું ચડત વ્યાજ ૧૦૦ ટકા માફ કરી આપવામાં આવ્યું છે. આ વ્યાજ માફી યોજનાની અવધિ લંબાવીને તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી કરવામાં આવી છે. જેને લઇ વેહલાસર ટેકસ ભરપાઈ કરવા વેરાવળ-પાટણ નગરપાલિકાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત ૨૦૨૨/૨૩ ના નાણાંકીય વર્ષમાં વેરાની રકમનો એડવાન્સ ટેકસ તા.૩૧/૦૫/૨૦૨૨ સુધીમાં ભરપાઈ કરશે તે આસામી ને મિલ્કતવેરા ઉપર ૧૦% વળતર આપવામાં આવશે. ઈ–નગરની મોબાઈલ એપ કે ઈ-નગરના ઓનલાઈન સીટીઝન પોર્ટલ મારફતે આ વેરાની રકમ તા.૩૧/૦૫/૨૦૨૨ સુધીમાં ભરપાઈ કરવા પર વધુ ૫% વળતર મળવાપાત્ર થશે. તેમ ચીફ ઓફીસરશ્રી, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.