શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં પશુઓ પ્રત્યે ઘાતીયપણુ અટકાવવા અને આવી પ્રવુતી કરતા નિર્દય ઇસમો વિરુધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.વી.સરવૈયા, પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત અમરેલી, સાવરકુંડલા રોડ, ફાટકની પાસે, સાવરકુંડલા ચોકડી તરફ એક ટ્રકમાં ભેંસો ભરીને કતલખાને લઇને જાય છે તેવી વર્ધી મળતા ,વર્ષી આધારે તાત્કાલીક કાર્યવાહી કરતા એક બંધ બોડી વાળા ટ્રકમાં પાછળના ભાગે ભેંસ જીવ નંગ ૦૯ (નવ) કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર, કતલ કરવાના ઇરાદે, ખીચો-ખીચ રીતે બાંધી (ગોંધી) રાખી, ક્રુરતાપુર્વક ટ્રકમા ભરી, હેરફેર કરવા કે વેચાણ કરવા બાબતના કોઇપણ પ્રકારના આધાર કે પાસ પરમિટ વગર લઇ જતા મળી આવતા ટ્રક જેના રજી નંબર GJ-01-ET-6122, ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તેમજ ટ્રકમા ભરેલ ભેંસ જીવ નંગ ૦૯ (નવ) ની કિ.રૂ.૧,૮૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૪૨૨૦૪૫૭/૨૦૨૨ પશુઓ પૂત્યેનો ધાતીયપણુ અટકાવાનો અધિનિયમ – ૧૧(૧)(a), ૧૧(૧)(d), ૧૧(૧)૯, ૧૧(૧)(), ૧૧(૧)(h) તથા મોટર વાહન અધિનિયમ ૧૭૭,૧૮૧,૧૮૪,૧૯૨ તથા ઇ.પી.કો ક. ૧૧૪ મુજબનો ગુનો તા.૧૭/૦૫/૨૦૨૨ ના ક.૧૮/૩૫ મુજબ ગુનો રજી કરી આરોપીઓને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.
ગુનામાં પકડાયેલ આરોપીની વિગત :
૧) મહમદઇરફાન ઇકબાલભાઇ કુરેશી રહેવાસી- કાઝીવાડ, પાણી દરવાજા, સ્વામીનારાયણ મંદિરની પાછળ, અમરેલી, તા. અમરેલી, જી. અમરેલી
૨) અજીમભાઇ ઇકબાલભાઇ કાલવા રહેવાસી હાલ- અમરેલી ડુબાણીયાપા,તકવા મસ્જિદની પાસે તા.જિ-અમરેલી. રહેવાસી મુળ – રાજુલા, વોરાવાડ શેરી,ખોડીયાર માતાજીના મંદિરની પાછળ તા-રાજુલા જિ-અમરેલી
૩) અબ્દુલભાઇ નુરમહમદભાઇ તરકવાડયા રહેવાસી-અમરેલી ડુબાણીયાપરા,કાઠીફળી તા.જી.અમરેલી
કબ્જે કરેલ મુદ્દામાલ
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


