Gujarat

સાવરકુંડલા પી.જી.વી.સી. એલ ડિવિઝન નીચે આવતા સ્ટાર ગ્રાહકનું અનેરૂ કરવામાં આવ્યું સન્માન…

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા ડિવિઝન નીચે આવતા વીજ ગ્રાહક બાબુભાઈ વિરજીભાઈ ઠુંમર અને એમ.વી. હડિયા જેવો પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું નિયમિત બિલભરતા સાવરકુંડલા ડિવિઝનના અધિકારીગણ દ્વાર પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા એક વર્ષ દરમિયાન દિવસ ૫ સુધીમાં જે ગ્રાહકો વીજ બિલ ભરે છે તેમને સન્માનિત કરવા નિર્ણય પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એમ.ડી.વરુણ કુમાર બરનવાલે લીધો છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત PGVCL સૌરાષ્ટ્રભરના ૬૧૯ ગ્રાહકો એવા છે જે વર્ષ દરમિયાન આવતા ઘર દુકાન ના વીજ બિલ પાંચ દિવસમાં ભરે છે PGVCL દ્રારા પાવર ચોરી કરનારા લોકો ને કડક પગલાં ભરી ને કાયદાકીય કાર્યવાહી કરતા હોય છે પરંતુ એવા વીજકંપનીના કેટલાક પ્રામાણિક અને નિયમિત વીજ ગ્રાહકો હોય છે જેને સન્માનિત કરવામાં આવી રહ્યા છે પીજીવીસીએલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ૬૧૯ વીજગ્રાહક એવા છે તેમણે પોતાનું વીજબિલ ઈશ્યૂ થયાના ૫ જ દિવસની અંદર ભરપાઈ કરી દીધું  હોય તેવા ગ્રાહકોને પીજીવીસીએલ આવા નિયમિત ગ્રાહકોનું સન્માન કરવાનો એક નિર્ણય કરાયો છે  ત્યારે કાર્યપાલક ઈજનેર – જે. એસ.દહિયા નાયબ ઈજનેર – એસ પી બોરડ નાયબ ઈજનેર – જે એન ગોંડલિયા
અધિક્ષક હિસાબનીશ – એસ એ દલ
વોર્ડ સદસ્ય – મેહુલભાઈ ત્રિવેદી સહિતના અધિકારી દ્વારા વીજબિલ ભરવામાં નિયમિતતા દાખવનાર વીજગ્રાહકોના ઘરે જઈને તેમનું સન્માન કરવામાં આવેલ. આવા ગ્રાહકોને પ્રોત્સાહન મળે અને બીજા અનેક ગ્રાહકોમાં પણ આ બાબતે જાગૃતિ મળે તે માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે

IMG-20220519-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *