Maharashtra

રાહુલ અને ડીકોકે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ બનાવ્યો

મુંબઈ
આઇપીએલ ૨૦૨૨ની ૬૬મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્‌સે દ્ભદ્ભઇ સામે ૨૦ ઓવર રમી અને એકપણ વિકેટ ગુમાવ્યા વિના ૨૧૦ રન બનાવ્યા હતા. આઇપીએલના ૧૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ ટીમે આખી ૨૦ ઓવર રમી હોય અને એક પણ વિકેટ ન ગુમાવી હોય. આ સાથે રાહુલ અને ડી કોકે ૨૧૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ મેચમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. રાહુલ અને ડી કોકે કેકેઆરના બોલરોને ઈનિંગની શરૂઆતથી લઈને ઈનિંગના અંત સુધી એક જ વિકેટ માટે તરસતા રહ્યા. બંનેએ અણનમ ૨૧૦ રનની ભાગીદારી કરી હતી. ડી કોકે ૭૦ બોલમાં અણનમ ૧૪૦ રન બનાવ્યા અને રાહુલે ૫૧ બોલમાં ૬૮ રનની ઇનિંગ રમી. તે આઇપીએલમાં કોઈપણ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી પણ હતી. કેએલ રાહુલે આ સિઝનમાં અત્યાર સુધી ૧૪ મેચની ૧૪ ઇનિંગ્સમાં ૫૩૭ રન બનાવ્યા છે. તે ઓરેન્જ કેપ હોલ્ડર જાેસ બટલર (૬૨૭) પછી બીજા ક્રમે છે. આઇપીએલ સિઝન મુજબ તેણે સતત પાંચમી વખત ૫૦૦ કે તેથી વધુ રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં બે સદી પણ ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૧૦૩ રન રહ્યો છે.

India-Sport-IPL-This-is-the-first-time-in-15-years-that-history-has-been-made-by-Rahul-and-D-Kok.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *