વડિયા ની સુરવો નદીમાં સેલ્ફી લેતા તણાય ગયેલ યુવાન નુ મૃત્યુ,
તંત્ર ની જહેમત થી 24કલાકે મૃતદેહ સ્મશાન પાસે ની ધાબી પાસેથી મળ્યો.
વડિયા
વડિયા વિસ્તારમાં ભારે વરસાદ થી સુરવો ડેમ ના દરવાજા ખોલાતા સુરવો નદી માં ઘોડાપુર ની સ્થિતિ છેલ્લા ઘણા સમય થી જોવા મળતી હતી ગઈ કાલે 6વાગ્યાં આસપાસ રેલવે ના બ્રોડગેજ ના કામ માં કામ કામ કરતો પરપ્રાંતીય યુવાન પૂરના વહેતા પ્રવાહ માં સેલ્ફી ની ઘેલછા માં તણાયો હતો. તેની સ્થાનિક તંત્ર દ્વવારા મોડી રાત સુધી શોધખોળ કરવામાં આવી હતી. બગસરા નગરપાલિકા ની રેસ્ક્યુ ટીમ દ્વવારા આજે આખા દિવસ ની જહેમત બાદ સુરવો નદી માં સ્મશાન પાસે આવેલા બેઠા પુલ પાસે નીચે ફસાયેલી મળી આવી હતી. આ મૃતદેહ ને વડિયા સિવિલ હોસ્પિટલ માં પોસ્ટમોટમ માટે મોકલી આગળ ની કાર્યવાહી વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી, ફ્લડ મામલતદાર મહેશ પટોડીયા પીએસઆઇ સાંબડ ની ટીમ દ્વવારા કરવામાં આવી રહી છે. સેલ્ફી ની ઘેલછા ના ગાંડપણ માં આજના યુવાનો માટે નોંધનીય ચેતવણી રૂપ કહી શકાય એવી ઘટના છે.
રિપોર્ટર રાજુ કારીયા વડીયા



