Maharashtra

નવાબ મલિક પર મુંબઈ બ્લાસ્ટના આરોપી સાથે મુલાકાતોનો આરોપ

મહારાષ્ટ્ર
સ્પેશિયલ કોર્ટે શુક્રવારે ઇડીએ ગયા મહિને દાખલ કરેલી ચાર્જશીટની નોંધ લીધી હતી. જેમાં નવાબ મલિક, સરદાર ખાન અને મંત્રી સાથે જાેડાયેલી કંપનીઓ, સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ્‌સ પ્રાઇવેટ લિમિટેડ અને મલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. વિશેષ ન્યાયાધીશ આરએન રોકડેએ આર્થર રોડ જેલમાં બંધ મલિક અને ઔરંગાબાદ જેલમાં બંધ ખાન વિરુદ્ધ કાર્યવાહી જારી કરીને કહ્યું હતું કે, કેસમાં આગળ વધવા માટે પર્યાપ્ત આધાર છે. કોર્ટે કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ પુરાવા છે કે જે દર્શાવે છે કે આરોપીઓ મની-લોન્ડરિંગના ગુનામાં સીધા અને જાણી જાેઈને સામેલ છે. કોર્ટે જણાવ્યું હતું કે, હસીના પારકરની મિલીભગતથી નવાબ મલિક દ્વારા કથિત રીતે જપ્ત કરવામાં આવેલી મિલકત મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળના ગુનાની કમાણી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની ચાર્જશીટમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકર અને તેની બહેન હસીના પારકરના પુત્ર અલીશાહ પારકર સહિત ૧૭ સાક્ષીઓના નિવેદનો સામેલ છે. ઇડીએ ચાર્જશીટમાં અલીશાહને ટાંકીને ઉલ્લેખ કર્યો છે કે, ૨૦૧૪માં તેની માતા હસીનાના મૃત્યુ સુધી દાઉદ અને તેની વચ્ચે લેવડદેવડ થતી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનુસાર, અલીશાહ પારકરે કુર્લાની મિલકત નવાબ મલિકને વેચવાનો પણ ઉલ્લેખ કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આ વર્ષે ફેબ્રુઆરીમાં એનસીપી નેતા અને એમવીએ સરકારમાં મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી હતી અને દાવો કર્યો હતો કે તે હસીના પારકરના સહયોગી સલીમ પટેલ મારફત ગોવાવાલા કોમ્પ્લેક્સ સોદામાં સામેલ હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો આરોપ છે કે મિલકત કથિત રીતે મૂળ માલિકો પાસેથી જપ્ત કરવામાં આવી હતી અને નવાબ મલિક સાથે જાેડાયેલી કંપનીને વેચવામાં આવી હતી. તપાસ એજન્સીએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે, હસીના પારકર તેના ભાઈ દાઉદની ગેંગ ડી-કંપનીની સક્રિય સભ્ય હતી. તે ટેરર ??ફંડિંગ માટે ગોવાલા કોમ્પ્લેક્સ સહિત અનેક મુખ્ય મિલકતોના ‘અનધિકૃત કબજા/સંપાદન’માં સામેલ હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો દાવો છે કે, નવાબ મલિકે ડી-કંપનીના સભ્યો સાથે મળીને ગોવાલા સંકુલને હડપવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ તેની તપાસ દરમિયાન સરદાર ખાનનું નિવેદન નોંધ્યું હતું જે ૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટો માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનુસાર, સરદાર ખાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે સલીમ પટેલ હસીના પારકરના નજીકના સહયોગી હતા અને કુર્લામાં પ્રોપર્ટી અંગે તેમની સૂચનાઓ પર દરેક ર્નિણય લેતા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ તેની ચાર્જશીટમાં સરદાર ખાનના નિવેદનને ટાંક્યું છે, જેમાં તેણે દાવો કર્યો હતો કે કુર્લા સંપત્તિના સંબંધમાં તેમની, સલીમ પટેલ, હસીના પારકર અને નવાબ મલિક વચ્ચે કેટલીક રાઉન્ડ મીટિંગ્સ યોજાઈ હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં નોંધાયેલા સરદાર ખાનના નિવેદન અનુસાર, નવાબ મલિક અને હસીના પારકર વચ્ચે સમજૂતી થઈ હતી અને એનસીપી નેતા હસીનાને રૂ.૫૫ લાખ, સલીમ પટેલને રૂ. ૧૫ લાખ અને સરદાર ખાનને રૂ. ૫ લાખ આપવા સંમત થયા હતા. સલીમ પટેલ અને હસીના પારકર બંનેનું મૃત્યુ થયું છે. ઇડીએ કહ્યું છે કે આ બેઠકોમાં સરદાર ખાન હાજર હતા. તેથી તેમના નિવેદનને ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો દાવો છે કે ચારેય (નવાબ મલિક, હસીના પારકર, સલીમ પટેલ અને સરદાર ખાન)એ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને કુર્લા પ્રોપર્ટીના મૂળ માલિક મુનીરા પ્લમ્બરને ગેરમાર્ગે દોરી સલીમ પટેલના પક્ષમાં ‘પાવર ઑફ એટર્ની’ બનાવીને સંપત્તિ પર ગેરકાયદેસર કબજાે કર્યો હતો.મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિક વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’માં છપાયેલા અહેવાલ મુજબ ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે, ગોવાવાલામાં નવાબ, તેના ભાઈ અસલમ, દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકર અને ‘૧૯૯૩ મુંબઈ સિરિયલ બ્લાસ્ટ’ના દોષિત સરદાર ખાન કુર્લામાં સ્થિત ગોવાવાલ કોમ્પ્લેક્સને લઇને ‘મલ્ટિપલ રાઉન્ડ મીટિંગ્સ’ થઇ હતી. આ ડીલમાં એનસીપી નેતા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

India-Maharashtra-Nawab-Malik-ED-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *