Delhi

હવે ટ્રાફિક પોલીસ તમારી કારને ચેકીંગ કે રોકી શકશે નહીં

નવીદિલ્હી
જાે તમે પણ કાર ચલાવે છે તો તમારા માટે કામના સમાચાર છે. સરકારે ટ્રાફિકને લઇને નવો નિયમ લાગૂ કરી દીધો છે. હવે ટ્રાફિક પોલીસ તમને કારણ વિના રોકીને પરેશાન કરી શકશે નહી. ના તો કારણ વિના ગાડી ચેકીંગ કરી શકશે. તેના માટે આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. આવો જાણીએ તેના લેસ્ટેટ અપડેટ વિશે. ખાસકરીને તેને લઇને કમિશ્નર ઓફ પોલીસ હેમંત નાગરાલે પહેલાં જ સર્કુલર ટ્રાફિક ડિપાર્ટમેન્ટને જાહેર કર્યું છે. આ સર્કુલરના અનુસાર ‘ટ્રાફિક પોલીસવાળા ગાડીઓનું ચેકિંગ નહી કરે, ખાસકરીને જ્યાં ચેક નાકા હોય, તે ફક્ત ટ્રાફિકની મોનિટરિંગ કરશે અને તેના પર ફોકસ કરશે કે ટ્રાફિક સામાન્ય રૂપથી ચાલે. તે કોઇ ગાડીને ત્યારે રોકશે જ્યારે તેનાથી ટ્રાફિકની ગતિ પર કોઇ ફરક પડી રહ્યો હોય. જાેકે ઘણીવાર એવું થાય છે કે ટ્રાફિક પોલીસ ફક્ત શંકાના આધારે ગમે ત્યાં ગાડીઓ રોકીને તેમના બૂટ અને ગાડીની અંદરની તપાસ કરવા લાગે છે. જેમાં તે રસ્તા પર ટ્રાફિકને પ્રભાવિત થાય છે. આ સર્કુલરમાં તમામ ટ્રાફિક પોલીસની ગાડીઓની તપાસ કરતા રોકવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે રસ્તા પર ટ્રાફિક વધી જાય છે. તેમને ટ્રાફિકની અવરજવર પર નજર રાખવાને પ્રાથમિકતા આપવા માટે કહેવામાં આવ્યું છે. સર્કુલરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જાે મોટરચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેમને ટ્રાફિક મોટર વાહન અધિનિયમની જાેગવાઇ હેઠળ આરોપીત કરી શકે છે. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસકર્મી તરફથી સંયુક્ત નાકાબંધી દરમિયાન ટ્રાફિક પોલીસ ફક્ત ટ્રાફિક ઉલ્લંઘન વિરૂદ્ધ કાર્યવાહી કરશે અને વાહનોની તપાસ નહી કરે. જાે આ નિર્દેશોનું કડકાઇથી લાગૂ કરવામાં નહી આવે તો સંબંધિત ટ્રાફિક ચોકીના વરિષ્ઠ નિરિક્ષકને જવાબદાર ગણવામાં આવશે. ટ્રાફિક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે ટ્રાફિક પોલીસને શંકાના આધારે તપાસ અક્રવી જાેઇએ અને ના તો તેને રોકવી જાેઇએ. તેમણે કહ્યું કે અમારા જવાન પહેલાં જ ટ્રફિક અપરાધો વિરૂદ્ધ ચલણ ચાલુ રાખશે અને ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓને રોકશે.

India - The traffic police will not be able to stop your car

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *