નવીદિલ્હી
ઘણા દિવસોના ધોવાણ બાદ ભારતીય બજારોએ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં જાેરદાર વાપસી કરી છે. પહેલાની ખોટને સરભર કરીને શુક્રવારે બજાર લગભગ ૩ ટકા વધીને બંધ થયું હતું. બજારને સારા વૈશ્વિક સંકેતો અને ઓલરાઉન્ડ ખરીદીનો ટેકો મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારોબારના અંતે સેન્સેક્સ ૧૫૩૪.૧૬ પોઈન્ટ અથવા ૨.૯૧ ટકાના વધારા સાથે ૫૪,૩૨૬.૩૯ પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી ૪૫૬.૭૫ પોઈન્ટ અથવા ૨.૮૯ ટકાના વધારા સાથે ૧૬,૨૬૬.૧૫ પર બંધ થયો હતો. ય્ર્ીદ્ઘૈં હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજના વિનોદ નાયરનું કહેવું છે કે બજાર આત્મવિશ્વાસ સાથે આગળ વધતું જાેવા મળ્યું હતું. વૈશ્વિક બજારો ખાસ કરીને એશિયન બજારોની મજબૂતીના કારણે ભારતીય બજારોમાં પણ ઉત્સાહ જાેવા મળ્યો હતો. વિનોદ નાયરે વધુમાં જણાવ્યું હતું કે ચીનની સેન્ટ્રલ બેંકે દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, જેનાથી અન્ય ઉભરતા બજારોમાં પણ આશાનું કિરણ જાેવા મળ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંદી અને વ્યાજદરમાં વધારાનો ભય હજુ પણ યથાવત છે, તેથી રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ અપનાવતા જાેવા મળશે. કોન્સોલિડેશનના આ સમયગાળા દરમિયાન વેલ્યુ સ્ટોક્સ વધુ સારી શરતે હશે. એક મીડિયા પોર્ટલને ર્દ્ભંટ્ઠા જીીષ્ઠેિૈંૈીજના શ્રીકાંત ચૌહાણ કહે છે કે, છેલ્લા ૨ અઠવાડિયાના ભારે ઘટાડા પછી બજાર આ સપ્તાહે સકારાત્મક નોંધ સાથે બંધ થયું છે. જાેકે, વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ વચ્ચે આ સપ્તાહે ભારતીય બજારોમાં પણ ભારે વોલેટિલિટી જાેવા મળી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય બજારમાં હ્લૈંૈંની વેચવાલી ચાલુ છે. સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધવાથી બજાર ચિંતિત જણાય છે. પરિણામોની મોસમ તેના અંતમાં આવી ગઈ છે. આવી સ્થિતિમાં હવે માર્કેટનું ફોકસ મેક્રો ડેટા પર રહેશે. વધતી જતી મોંઘવારી વચ્ચે વિશ્વની તમામ સેન્ટ્રલ બેંકોના વલણમાં કડકાઈથી બજારના સેન્ટિમેન્ટ પર તેની અસર જાેવા મળશે. સ્ીરંટ્ઠ ઈૂેૈંૈીજના પ્રશાંત તાપસીનું કહેવું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા મોટર્સના નેતૃત્વમાં કાલે માર્કેટમાં મોમેન્ટમ પરત જાેવા મળ્યું હતું. યુએસ ટ્રેઝરી બોન્ડ યીલ્ડ અને ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડાથી બજાર પર સકારાત્મક અસર જાેવા મળી હતી. બજારમાં આજે ચોતરફ ખરીદી પણ સારી નિશાની પર છે. હવે નિફ્ટી માટે આગામી પ્રતિકાર ૧૬૪૧૧ પર જાેવા મળે છે. ડાઉનસાઇડ પર, તેના માટે ૧૫૯૫૧ પર સપોર્ટ છે. જાે આ આધાર તૂટે છે, તો વધુ નુકસાન થઈ શકે છે.
