Gujarat

સડેલા અનાજનો જથ્થો નિગમના ગોડાઉનમાંથી જ અપાય છે ઃ એફપીએસ પ્રમુખ

રાજકોટ
ગાંધીનગરથી સ્ટેટ વિજિલન્સની ટીમ રાજકોટ ત્રાટકી હતી અને સડેલા અનાજના સેમ્પલ લીધા હતા. આ મામલે એફપીએસ પ્રમુખ માવજી રાખશિયાએ જણાવ્યું હતું કે સડેલા અનાજનો જથ્થો નિગમના ગોડાઉનમાંથી જ અપાય છે. તુવેરદાળના પ્રશ્ને અગાઉ પણ રજૂઆત કરી હતી પણ કશું થયું ન હતું. પરવાનેદારોને જે જથ્થો અપાય છે તેનું જ વિતરણ કરાય છે પણ પગલાં દુકાનદાર પર લેવાય છે હકીકતે આ મામલે એજન્સી અને ગોડાઉન પર કાર્યવાહી કરવી જાેઇએ. આ જથ્થો વેપારીને ગોડાઉનમાંથી જ પૂરો પાડવામાં આવ્યો હતો પણ પુરવઠા તંત્રએ માત્ર પરવાનેદાર પર કાર્યવાહી કરીને આખા મામલે ફક્ત પરવાનેદાર જ વાંકમાં હોય તેવો રિપોર્ટ બનાવ્યો હતો ગોડાઉનના અધિકારીઓ કે એજન્સી સામે કોઇ પગલાં લેવાયા ન હતા. આવા રહેમરાહને કારણે જ ગોડાઉનમાં થતી ગેરરીતિઓ દિન પ્રતિદિન વધી છે અને આખરે ફરિયાદો વધતા સ્ટેટ વિજિલન્સ ત્રાટકી હતી. તુવેરદાળનો જથ્થો રેશનકાર્ડ મુજબ અપાય છે. તુવેરદાળ બધા જ રેશનકાર્ડધારકો લેતા નથી તેથી અમુક જથ્થો વધે છે તેથી તે પરત આપવાનું કહેવાય ત્યારે ગોડાઉનમાં પરત લેવાતો નથી અને ફરીથી પૂરો જથ્થો અપાય છે આ કારણે તુવેરદાળનો સ્ટોક વધતો જ જાય છે અને આખરે નબળી ગુણવત્તા હોવાથી ખરાબ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *