વડોદરા
દેશ તથા ગુજરાતમાં ધર્મ જ્ઞાતિ જાતી ને લઈને ઘણા સમયથી વિખવાદો થઈ રહ્યા છે અને તેને કારણે કોમી વિખવાદો ઉભા કરવાનું કાવતરું કે કોઈ ષડીયંત્ર થઈ રહ્યું હોય તેમ જણાય છે ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા એક સપ્તાહ પૂર્વે ઓલ્ડ પાદરા રોડ રોકસ્ટાર સર્કલ પાસેથી હનુમાનજી અને ગણપતિની દેરીઓ દૂર કરવામાં આવી હતી. આ દેરીઓ સ્થિત હનુમાનજી અને ગણપતિની મૂર્તિઓ અન્ય કાટમાળ સાથે નવલખી મેદાનમાં ફેંકી દેવામાં આવી હતી. દરમિયાન આ અંગેની જાણ હિન્દુ સંગઠનોને થતા હિન્દુ સંગઠનો સ્થળ પર પહોંચી ગયા હતા અને રામધૂન કરી હતી. મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને થતાં આજે સવારે નવલખી મેદાન ખાતે દોડી ગયા હતા અને હિન્દુ સંગઠનોની રજૂઆતોને ધ્યાનમાં લઇને કાટમાળમાં ફેંકાયેલી હનુમાનજીની મૂર્તિને સન્માન સાથે યોગ્ય સ્થળે તાત્કાલિક ખાતે સ્થાપિત કરવાનો ર્નિણય લેવાયો હતો. કાટમાળમાં મળી આવેલી હનુમાનજીની મૂર્તિ કયા વિસ્તારની છે તે ચોક્કસ કહી શકાય તેમ નથી. પરંતુ, હિન્દુ સમાજની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે હાલ આ મૂર્તિ તરસાલી શનિદેવ મંદિર પાસે પ્રસ્થાપિત કરવામાં આવશે. તદુપરાંત આ કાટમાળમાંથી મળી આવેલી મૂર્તિ કયા વિસ્તારની છે, તેની પણ તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન જાે આ મૂર્તિ ખરેખર રોકસ્ટાર પાસેની ડેરીની હશે તો પુનઃસ્થાપિત કરવા માટે પણ વિચારણા કરવામાં આવશે. આજે સવારે નવલખી મેદાન ખાતે પહોંચેલા મેયરે અને મ્યુનિસિપલ કમિશનરે હનુમાનજીની મૂર્તિની પૂજા પણ કરી હતી અને હિન્દુ સંગઠનોને આ મૂર્તિઓને યોગ્ય સ્થાને પ્રસ્થાપિત કરવા માટે હૈયાધારણ આપતાં મામલો થાળે પડ્યો હતો. નવલખી મેદાન ખાતે હિન્દુ સંગઠનના કાર્યકરો નિરજ જૈન, વિરેન રામી, સ્વેજલ વ્યાસ સહિત કાર્યકરો એકઠા થઇ ગયા હતા અને હનુમાન ચાલીસાના પાઠ કર્યાં હતા.