Gujarat

સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા નેહલ શુકલે માંગ કરી

રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ટ મુજબ જ્યારે પૂર્ણ સમયના કુલપતિની નિમણૂક થતી નથી ત્યારે કુલાધિપતિ કોઇપણ એક ડીનને કુલપતિની ચાર્જ સોંપે છે. પરંતુ તેને કાયમી કુલપતિની જેમ વિશેષ સત્તાઓ મળતી નથી, તેમણે પોતાના દરેક કાર્યો એક માસની અંદર સિન્ડિકેટ બોલાવીને તેમાં મંજૂર કરાવવા જ પડે તેવો નિયમ છે. કુલપતિ દ્વારા આ નિયમનો સદંતર ઉલાળિયો કરાયો જ છે, પરંતુ ઘણા બધા એક્ટ વિરુદ્ધના ર્નિણયો લેવાયેલા છે તે તાત્કાલિક રદ કરી અને આ ર્નિણયને લીધે જાે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કોઈપણ આર્થિક નુકસાન થયું છે તો તેના માટે પણ આપની અને ખોટો ગેરકાયદેસર અભિપ્રાય આપનાર અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે જ તેવું આપને સ્પષ્ટ લેખિતમાં આપીએ છીએ. સત્ય આજે નહીં તો થોડા સમય પછી બહાર જરૂર આવે જ છે તે વાત કોઈ કર્મચારીએ ભૂલવી નહીં. આ સિવાય પ્લેસમેન્ટથી ભરતી કરાયેલા કર્મચારીઓમાં આપે જે સમયસર પંચ ન કરે તો તેનો અડધા દિવસનો પગાર કાપવાનો જે લેખિત આદેશ કર્યો છે તે લેબર લોની સંપૂર્ણ વિરુદ્ધ છે. અમાનનીય અને શોષણકર્તા છે તેને તાત્કાલિક રદ કરો અને જેને પણ આ ગેરકાયદેસર ર્નિણય લીધો છે તે સૌ પર પગલા લેવામાં આવે. ટીચિંગ અને નોનટિચીંગની ભરતીમાં આપ દ્વારા જે રીતે નિયમોનો ઉલાળિયો કરીને લાયક ઉમેદવારોને ગેરલાયક ઠરાવ્યા છે તે બધાને તાત્કાલિક ઇન્ટરવ્યૂ કોલ આપશો. આપના છેલ્લા ત્રણ માસ દરમિયાન લેવાયેલા સિન્ડિકેટની અનુમતિ વિનાના બધા જ ર્નિણયો રદ થવાને પાત્ર છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ટનો ભંગ છે. ગેરકાયદેસર છે જે બધા જ યુનિવર્સિટીના અધિકારીઓ સ્પષ્ટ સમજી લેશો, રાજ્યસરકાર પણ આ વિધાનસભામાં મંજૂર કરીને પસાર કરાયેલા એક્ટમાં ફેરફાર ફરીથી તેને વિધાનસભામાં સુધારો મંજૂર કર્યા સિવાય કરતી નથી. ત્યારે તમે અને તમારા સાથીઓ દ્વારા આ એક્ટ વિરુદ્ધના બધા પગલાં માટે તમારી પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આપ કાર્યકારી કુલપતિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નામના વધારો તેવી અપેક્ષા હોય પરંતુ આપના ર્નિણયો સંપૂર્ણ ગેરકાયદેસર હોય છે તે જાણીને ખૂબ જ દુખ થાય છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૫૬માં સ્થાપના દિનથી ફરી વિવાદમાં આવી છે. સેનેટની ચૂંટણી ન થતા ભાજપ કોંગ્રેસના કુલ ૭ સિન્ડિકેટ સભ્યોના પદ છીનવાઇ જતા બીજા જ દિવસથી ભાજપના પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લએ ઇન્ચાર્જ કુલપતિ અને કાર્યકારી રજિસ્ટ્રારને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. નેહલ શુક્લએ પત્ર લખી તાત્કાલિક ધોરણે સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરીને લેવાયેલ ર્નિણય પરત ખેંચવામાં આવે તેવી માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *