નિસાર શેખ,મહુધા
બાર વર્ષના બાળકનાં મગજ માં વધારે પ્રમાણમાં પાણી ભરાઈ જતાં મગજનાં જ્ઞાનતંતુઓ પર અસર થતી હોય જેથી બાળક ને ઉલ્ટી , ઉબકા તેમજ ચક્કર આવતાં પડી જવાની તકલીફ રહેતી હતી દર્દી નાં પિતા વિનુભાઈ દ્વારા કેટલાક દવાખાને દર્દી ને લઈ ગયા હતાં તેમ છતાં પણ તકલીફ ઓછી થતી ન હતી તેમને મગજ નો C.T.SCAN નામની તપાસ કરવા કહ્યું જેથી તપાસમાં મગજમાં પાણી ભરાઈ જવાની સમસ્યા બહાર આવી
આ બીમારી અતી ગંભીર હોવાથી તેમને ડોક્ટર દ્વારા અમદાવાદ જેવા મોટા સેન્ટરમાં મગજ ની સર્જરી કરવા માટે ની સલાહ આપી હતી પણ દર્દી નાં પિતા ની આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી કરીને દર્દીના પિતા એ વૈદ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ મહુધા ખાતે ડો.કાર્યરત ડો.અલ્કેશ રાઠોડ ને મુલાકાત કરી ત્યારબાદ વૈદ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ માં દર્દી ની પ્રાથમિક તપાસ તેમજ રિપોર્ટ ની ચકાસણી કર્યા બાદ ડો.અલ્કેશ રાઠોડ દ્વારા દર્દી નાં પિતા વિનુભાઈ ને તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવા માટે સમજ આપી હતી જેમાં ફક્ત ત્રણ કલાક ની અંદર વૈદ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ નાં ન્યુરોસર્જન ડો.રવી દ્વારા દ્વારા બાર વર્ષના બાળકની સર્જરી કરી મગજમાં વધી ગયેલું પાણી ખેંચી આપ્યું હતું અને બીજા દિવસે બાળક સ્વસ્થ થતાં જ તકલીફો દૂર થવા લાગી હતી
આથી દર્દી નાં પિતા વિનુભાઈ દ્વારા વૈદ મલ્ટી સ્પેશ્યાલીટી ની કાર્ય કુશળતા તેમજ વિનુભાઈ નાં બાળકને નવું જીવન આપવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મહુધા તાલુકાની સર્વ શ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતાં


