પાલનપુર
કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે પતિ પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. મંજુબેન ના લગ્ન તેરવાડા ગામના છનાજી શંકરજી ઠાકોર સાથે થયા હતા. જાેકે પતિ છનાજીને અન્ય યુવતી સાથે આડા સંબંધો હતા. જેવો અવાર-નવાર તેણી સાથે મોબાઇલ પર વાતચીત કરતા હતા. મંજુબેને વાતો કરવાની ના પાડતા પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો. અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. દરમિયાન તેમના સાસુ ચંપાબેન શંકરજી ઠાકોર, સસરા શંકરજી ચમનજી ઠાકોરે મંજુબેનને પકડી રાખ્યા હતા. અને પતિ છનાજીએ બળજબરીપૂર્વક મોઢું ફાડી લોટામાં રહેલી સફેદ કલરની ઝેરી દવા પીવડાવી દીધી હતી. આ અંગે મંજુબેને થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પતિ-પત્ની વચ્ચે પ્રેમિકાને લઇને થયેલા ઝઘડામાં સાસુ ચંપાબેન લોટામાં ઝેરી દવા લઈ આવ્યા હતા. જે પછી સાસુ-સસરાએ પરણિતાને પકડી રાખી હતી અને પતિએ બળજબરીપૂર્વક દવા પીવડાવી હતી. છનાજીના લગ્ન મંજુબેન સાથે થયા હતા. જાેકે, મંજુબેનને કાકાની દીકરી સાથે છનાજી આડા સંબંધ ધરાવતા હતા. અને ફોનમાં વાતો કરતા હતા. આથી વાતો કરવાની ના પાડતા પત્નીને ઝેર પીવડાવી દીધું હતું. પતિ અને સાસુ સસરાએ બળજબરીપૂર્વક દવા પીવડાવ્યા પછી મંજુબેન બેભાન થઈ ગયા હતા. જેમને ભાભર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા દરમિયાન તેઓ ભાનમાં આવતા પોલીસે નિવેદન લઇ ફરિયાદ નોંધી હતી.કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે પતિને તેની પ્રેમિકા સાથે મોબાઈલ પર વાતો કરવાની ના પાડતાં પરિવાર ઉશ્કેરાયો હતો. જ્યાં સાસુ-સસરાએ તેને પકડી રાખી પતિએ બળજબરીપૂર્વક મોઢું ફાડી ઝેરી દવા પીવડાવી દીધી હતી. આ અંગે પરણિતાએ ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.