Maharashtra

દિશા વાકાણી બીજી વખત માતા બન્યાનું ભાઈ મયુર વાકાણીએ જણાવ્યું તારક મહેતા શોના દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો

મુંબઈ
તારક મેહતા શોમાં દયાબેનની ભૂમિકામાં જાેવા મળતા દિશા વાકાણીએ ૨૦૧૭માં મેટરનિટી લીવ લીધી હતી. ત્યારબાદ તે શોમાં પરત ફર્યા નથી. તો શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યુ હતુ કે આ વર્ષે દયાબેનના પાત્રની વાપસી થઈ જશે. પરંતુ તેમણે તે જણાવ્યું નથી કે આ પાત્ર માટે દિશા વાકાણી વાપસી કરશે કે કોઈ અન્ય આ ભૂમિકામાં જાેવા મળશે. હવે દિશા વાકાણીના બીજીવાર માતા બનવાના સમાચાર સામે આવતા નક્કી થઈ ગયું કે તે શોમાં પરત ફરવાના નથી. હવે તેમની જગ્યાએ દયાબેનની ભૂમિકામાં અન્ય કોઈ જાેવા મળી શકે છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનનું પાત્ર ભજવી જાણીતા બનેલા દિશા વાકાણી બીજીવાર માતા બન્યા છે. દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચારની પુષ્ટિ તેમના ભાઈ મયૂર વાકાણીએ કરી છે. મયૂર વાકાણી મામા બની ગયા છે અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. તારક મેહતા શોમાં સુંદરલાલના પાત્રમાં જાેવા મળતા મયૂર વાકાણીને પણ લોકો ખુબ પસંદ કરે છે. મયૂર વાકાણી સ્ક્રીન પર દયાબેનના ભાઈની ભૂમિકામાં જાેવા મળે છે પરંતુ તે રિયલ લાઇફમાં દિશા વાકાણીનો સગો ભાઈ છે. મયૂર બીજીવાર મામા બન્યા બાદ ખુબ ખુશ છે. મયૂરે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમના પ્રમાણે- ૨૦૧૭માં દિશાએ પુત્રીને જન્મ આપ્યો હતો. હવે તે બીજીવાર માતા બની છે અને હું મામા. જેનાથી પરિવારજનોમાં ખુશીની લહેર છે.

India-Tv-Series-TMKOC-Actress-Disha-Vakani-as-TMKOC-Carecter-of-Daya-Bhabhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *