નડિયાદ
ખેડાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતેના ૬ નંબર યુનિટમાં બ્રેકર બ્લાસ્ટનો બનાવ સામે આવ્યો છે. અહીયા આ યુનિટના ૬.૬ પ્લાન્ટનું બ્રેકર બ્લાસ્ટ થતાં ભારે અફડાતફડી મચી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક ઓપરેટરનો પણ સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ મારફતે તુરંત ગંભીર રીતે દઝાયેલા ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ ઘટનાની જાણ સેવાલિયા પોલીસને થતાં પોલીસનો કાફલો પણ બનાવ સ્થળે દોડી આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી દીધી છે. આ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે હજુ જાણી શકાયું નથી.ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ મથકની હદમા આવતાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના ૬ નંબરના યુનીટમાં બ્રેકર બ્લાસ્ટ થયો હતો. જેને લઈ અફડાતફડી મચી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હોવાનું જાણવા મળી રહ્યુ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનાને લઈ સેવાલિયા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.
