ભાવનગર
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઇન ભરતી માટે ૧૫મી માર્ચના રોજ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભાવનગરમાં ૭૧ બહેનોને ભરતી કરવાની હતી. જેમાં કાર્યકર બેહનો -૨૮ તથા તેડાગર બેહનો -૩૭ સહિત કુલ ૬૪ બેહનોને આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યાં હતા. બાળકોને જે આંગણવાડીમાંથી પડીકા આપવામાં આવે છે તે મોટાભાગે ફેંકી દેવામાં આવતા હોય છે પણ આ પડીકાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે જે વેચાતા લેવા જાવ તો પણ ન મળે, બાળકો, સગર્ભા માતા, કુવારીકાઓના પડીકાઓમાં બધામાં જુદા-જુદા તત્વો હોય છે જેથી કરીને તમે જ્યારે પણ આ પડીકાનું વિતરણ કરો ત્યારે તેને આ પડીકાઓમાં રહેલા પોષક તત્વો અંગે સમજણ આપો જેથી લોકો તેનો ઉપયોગ કરે. આ નિમણૂક પત્રક કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર કિર્તીબેન દાણીધારીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુ ધામેલીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, નેતા બુધા ગોહેલ, દંડક પંકજસિંહ ગોહિલ, ઉષાબેન બધેકા તથા કોર્પોરેટરો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન ભરતી પ્રક્રિયા અંતર્ગત આજરોજ સરદારનગર મીની ઓડીટોરીયમ હોલ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના આઈસીડીએસ ઘટક-૧ અને ઘટક-૨ ના આંગણવાડી કાર્યકર અને તેડાગર બેહનોને નિમણૂંક પત્રક એનાયત કરવામાં આવ્યાં હતા.
