જેતપુર ૧૯૯૧-૯૨ ની વિદ્યાર્થી બેચના આજ થી લગભગ ત્રીસ બત્રીસ વર્ષ પૂર્વેના લાયન્સ સ્કૂલ માં સાથે અભ્યાસ કરેલા સહુ વિદ્યાર્થીઓ ઘર પરિવાર સાથે નો ગેટ ટુ ગેધર – સ્નેહમિલન સમારોહ જેતપુર ના જે. એફ. એમ ફૂડ મોલ ખાતે આયોજન કર્યું હતું. સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પરિવાર સાથે આ સ્નેહમિલન સમારોહમાં આમંત્રિત કરવામા આવ્યાં હતાં.
અહીં ઉપસ્થિત દરેકે પોતાનો પરિચય આપી હાલમાં કરી રહેલ પોતાના વ્યવસાય, સર્વિસ કે વિશેષ આયોજન બાબતે મંચ પરથી વાત જણાવી હતી. 11- 12 વર્ષની કિશોરાવસ્થામાં સાથે અભ્યાસ કરી છુટા પડયા બાદ આવી રીતે વર્ષો બાદ એકમેકને મળી શકીશું તેવી કલ્પના સુદ્ધા કોઈએ કરીના હતી.
આ પ્રસંગે જેમની પાસેથી વિદ્યાભ્યાસ કર્યો તેવા ગુરુજનોને પણ આ તકે ઉપસ્થિત રહી સૌને આશીર્વાદ આપ્યા હતા .અહીં કિશોરાવસ્થાના રમતિયાળ અને માસુમ ચેહરાઓ વ્યવહારુ જગત સાથે તાલમેલ મેળવતા મેળવતા જવાબદારીઓના રસ્તા પર જોજનો માઈલની યાત્રા કરી ચૂક્યા નો આભાસ તેમના ચહેરાઓ પરથી જોવા મળી રહ્યો હતો. સૌ કોઈએ શૈશવ ના સ્મરણો ખુબજ ઉત્કંઠા સાથે યાદ કર્યા હતા.
અહીં વ્યવહારુ જગત સાથે યેન પ્રકારે જોડાઈ ગયેલા આજના વૈભવભાઈને વિભલો અને શીતલબેન ને શીતલી કેનારા કહેનારા એ ટાબરિયાઓ વચ્ચે ની વાત ચિત માં સંભળાતું હતું કે ” તું તો એવો જાડો થઈ ગયો !! ભાભી ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવતા હશે એટલે પેટ બહુ મોટું થઈ ગયુ કેમ !, યાર તને તો ટાલ પડી ગઈ !! એલી તું જીમ કરતી લાગે છે, તું તો એવી ને એવી જ લાગે છે. શું હજુ એ પહેલા જેવી વાતુડી છો કે ??
આ તકે યાદી સ્વરૂપે ગુરૂજનો એ સૌને શિલ્ડ અર્પણ કર્યા જ્યારે અન્ય મિત્રો દ્વારા સૌને લાયન્સ સ્કૂલ ના લોગા વાળી કેપ અને ટીશર્ટ અને ઓપન ની કોપરની વોટર બોટલ આપવામાં આવી હતી. હવે સાથે સ્વરુચિ ભજન ભજન લઈ ફરી મળવાના વાઇદા સાથે સૌ એ વિદાય લીધી હતી.
આ સ્નેહમિલનને યાદગાર બનાવવા જેમણે રાત દિવસ એક કર્યા એવા દીપેન પડિયા , અલ્પેશ ભૂવા , આનંદ મંકોડીયા , તેજસ બોસમિયા , ચિરાગ દેસાઈ ,શ્વેતાબેન દામાણી , શીતલબેન મચ્છર , ચેતનાબેન આચાર્ય ને સૌ એ ખુબ ખુબ બિરદાવ્યા હતા.
હરેશ ભાલીયા જેતપુર


