Gujarat

 રાજ્યમાં ચારેકોર પાણીનો પોકાર થઈ રહ્યો છે ,

 રાજ્યમાં ચારેકોર પાણીનો પોકાર થઈ રહ્યો છે , સિંચાઈના પાણી ના અભાવે ઉભા પાક સુકાઈ રહયા છે,ત્યારે વાત કરીશું રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા  છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા અને મહત્વના ગણાતા એવા સુખી ડેમમાં હાલ શું છે પાણી ની શું છે સ્થિતિ…???તેની
          આર્થિક ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એવા રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના ખેડૂતો પગભર બને તેવા ઉદ્દેશ્યથી  સાડા ત્રણ દાયકા પૂર્વે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ પાસે  બનાવાયેલો આ છે સુખી ડેમ કે જેના થકી છોટાઉદેપુર જિલ્લાના 92 અને પંચમહાલ જિલ્લાના 39 ગામો ના ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવા આ સુખી સિંચાઈ યોજના ને અમલી બનાવાઈ હતી, જમણા કાંઠે 38.075 KM અને ડાબે કાંઠે 3.10 KM ની લંબાઈ ધરાવતી કેનાલો મારફતે છોટાઉદેપુર તાલુકાના 8,પાવીજેતપુર તાલુકાના 26 અને બોડેલી તાલુકાના 58 જ્યારે પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા તાલુકાના 34 હાલોલ તાલુકાના  5 ગામોમાં 20701 હેકટર જમીન ને સિંચાઈ પુરી પાડવા કેનાલો બનાવાઈ હતી,શરૂઆતના વર્ષોમાં આ સંપૂર્ણ વિસ્તારને સિંચાઈનું પાણી મળતું હતું પરંતુ સમયાંતરે કેનાલો જર્જરિત થતી ગઈ અને સિંચાઈનું વિસ્તાર ઘટતો ગયો, વચ્ચે ઓછા વરસાદને લઈ  ડેમ સાવ સૂકો ભટ્ટ પણ જોવા મળ્યો હતો ,પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી છોટાઉદેપુર જિલ્લામાં થતા સારા વરસાદને પગલે ડેમ 100% ભરાય છે,અને બીજું ચોમાસુ આવે ત્યાં સુધી ડેમમાં પાણી નો જથ્થો સંગ્રહાયેલો રહે છે,ડેમની સંગ્રહ ક્ષમતા 173.011 MCM છે ,હાલ ડેમમાં 37.63 % પાણીનો જથ્થો એટલેકે 65.105 MCM પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે,ડેમનું લેવલ હાલ 142.12 મીટર જોવા મળી રહ્યું છે,ચોમાસામાં ડેમ સંપૂર્ણ ભરાતા અનેક વખત ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી, ડેમ 100 ટકા ભરાતા  પંથકના ખેડૂતો રાજીના રેડ થયા હતા ,પરંતુ  દુર્ભાગ્ય વશ આ યોજનાની નહેરો વર્ષોથી સમારકામ અને સફાઈના અભાવે જર્જરિત બનેલ હોવાથી છતે પાણી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચતું નથી,ઠેર ઠેર ગાબડાઓને લઈ પાણી કોતરોમાં વહી જાય છે ,અને એટલે કુલ સિંચાઈ વિસ્તાર 20701 પૈકી માત્ર 5500 હેકટર પૂરતું પાણી પહોંચે છે, ખેડૂતો અને સ્થાનિક ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ સિંચાઈ વિભાગ અને સરકારને અનેક વખત રજૂઆતો કરી છે,જોકે તાજેતરમાં સુખી સિંચાઈ વિભાગે  નહેરોના નવીનીકરણ અને સમારકામ ને લાગતી સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને આગામી સમયમાં તેના ટેન્ડર બહાર પાડવામાં આવશે ,પરંતુ સવાલ એ થાય છે કે હવે ટૂંક સમયમાં ચોમાસુ આવી જશે ત્યારે આવતા વર્ષે ખેડૂતોની આજ સ્થિતિ રહેશે.ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ સુખી સિંચાઈ જળાશય યોજનાની નહેરોનું નવીનીકરણ અને સમારકામ અને સફાઈ કામ કરવામાં આવે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220526-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *