Gujarat

છોટાઉદેપુર જિલ્લા માં બોહડી સંખ્યામાં લોકોને ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસની સગડી, સીલીન્ડર સાથેનું ગેસ કનેક્શન મળ્યું

દેશભરમાં અંદાજે દસ કરોડથી વધુ લાભાર્થીઓને ધુમાળામુક્ત જીવન પ્રણાલી તરફ દોરી જનારી અને સરકારની મહત્વકાંક્ષી યોજના એવી ઉજ્જ્વલા યોજનાએ સમગ્ર દેશ સહિત છોટાઉદેપુર ના અંતરિયાળ વિસ્તારમાં પણ બહોળી સંખ્યમાં લોકોને લાભન્વિત કર્યા છે. આવા જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા મંજુલાબેન આ ઉજ્જ્વલા યોજનાનો લાભ લઇને ભારે પ્રભાવિતપણે જણાવે છે કે, હું મંજુલાબેન દીપકભાઈ રાઠવા, ગામ વસેડી, તા.જી.છોટાઉદેપુર. મને સરકારશ્રીની ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસની સગડી, સીલીન્ડર સાથેનું ગેસ કનેક્શન મળ્યું છે, જેનાથી મારી જીવનશૈલીમાં મોટું પરિવર્તન આવ્યું છે. આ પહેલા હું ખેતરેથી થાકીને ઘરે આવી રાંધવા માટે કિટકા (લાકડા રૂપી ઇંધણ) વીણવા જતી અને પછી રાંધતી. ચૂલા પર લાકડા અને છાણાંથી રાંધતી વેળાએ નીકળતો ધુમાડો બહુ જ હેરાન- પરેશાન કરી દેનારો રહેતો. આંખે ધૂંધળું દેખાવું, આંખ તેમજ ચામડી પર બળતરા અને ફેફસામાં ધુમાડો જતા શ્વાસ લેવામાં તકલીફ સહિત ઘરના નાના બાળકો અને વૃદ્ધો પણ ધુમાડાથી ભારે કનડગત અનુભવતા હતા. હું સરકારશ્રીનો અપાર પાળ માનું છું કે, આપણા માનનીય વડાપ્રધાન જેમના હૈયે મારા જેવી વંચિત મહિલાઓનું હિત વસેલું છે. આપણી સરકાર મારા જેવા ગરીબ, અભણ અને ભોળા માણસની દરકાર કરીને અમારી વ્હારે આવી છે. આ ઉજ્જ્વલા યોજનાનો લાભ મળ્યા પછી હું બહુ જ સુખાનુભૂતિ મહેસૂસ છું. ઘરે એલપીજી ગેસના ઉપયોગથી મારા જીવનમાં આમૂલ પરિવર્તનનો અનુભવ કરૂં છું.  આ સાથે જ આ એલ.પી.જી. ઇંધણના ઉપયોગથી થતા પર્યાવરણીય લાભ પણ સ્પષ્ટરૂપે અનુભવુ છું. આ યોજનાથી મારા જેવી અનેકાનેક ગૃહિણીઓ મારા ગામ, તાલુકા, જિલ્લા સહિત રાજ્ય અને દેશભરમાં લાભન્વિત થઈ છે.
એ પણ સ્પષ્ટ છે કે, આ યોજનાથી માનવ ઉત્પાદક ક્ષમતામાં બહોળો વધારો સંભવિત છે જે લાંબાગાળે દેશના અર્થતંત્રની સાથે નાગરિકોના આરોગ્ય અને રોજગાર પર પણ પ્રભાવી બનીને તેમના જીવનધોરણને ઊંચું લાવવા સાથે વર્તમાનમાં વિશ્વભરમાં અનુભવાતી પર્યાવરણીય સમસ્યાઓન સમાધાનમાં પણ સહભાગી થઇ શકાશે. છોટાઉદેપુર જિલ્લામાં પણ પીએમ યોજનાનો અત્યાર સુધીમાં મારા જેવી હજારો મહિલાઓ લાભાર્થીઓએ લાભ લઇ પોતાનુ જીવનધોરણ સુધારવામા સફળતા મેળવી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220526-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *