નવીદિલ્હી
દેશમાં શું થઈ રહ્યું છે જ્યાં જાેવો ત્યાં બળાત્કાર થઈ રહ્યા છે આવા રેપિસ્ટોને કડકમાં કડક સજા કરવી જાેઈએ જેથી દેશમાં કોઈપણ વ્યક્તિ દુષ્કર્મ કરતા સો વાર વિચાર કરે. દિલ્હીની રહેવાસી એક છોકરીને ન્યાય માટે ધક્કા ખાઇ રહી છે. દર્દભરી દાસ્તાં સાંભળીને તમારા રૂવાડાં ઉભા થઇ જશે. ગત ૬ મહિનામાં આ છોકરીની જીંદગી બદલાઇ ગઇ છે. આ છોકરીની જીંદગી નરક સમાન બની ગઇ છે ત્યારબાદ ઘણીવાર તો આત્મહત્યા કરવાનો વિચાર પણ તેના મનમાં આવ્યો પરંતુ તેને રેપના આરોપીઓને જેલની સળીયા પાછળ ધકેલવાની જીદે જીવતી રાખી છે. રેપ પીડિતા આ છોકરીનો આરોપ છે કે તેની સાથે રેપ, ગેંગ રેપ અને તેને બળજબરીપૂર્વક માંસ ખવડાવવામાં આવ્યું. કલમા વાંચીને ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. છોકરીની ફરિયાદ બાદ ગુરૂગ્રામ પોલીસે ૧૩ મેના રોજ આઇપીસી કલમ ૩૭૬ડ્ઢ, ૩૨૮, ૩૨૩, ૫૦૬ ૈં્ એક્ટ ૬૬ઈ અંતગર્ત ઝીરો એફઆઇઆર નોંધી દિલ્હીના પહાડગંજ પોલીસ સ્ટેશનમાં કેસ ટ્રાંસફર કર્યો છે. પરંતુ અત્યારે દિલ્હી પોલીસે ફોરમલી આ એફઆઇઆર પર તપાસ શરૂ કરી છે. પીડિતાએ આપવિતિ જણાવતાં કહ્યું કે આરોપી સૈફે તેની મુલાકાત ગુરૂગ્રામમાં ઇફ્કો ચોક મેટ્રો સ્ટેશન બહાર થઇ હતી. છોકરી દરરોજની માફક દિલ્હીથી ગુરૂગ્રામ નોકરી કરવા જતી હતી. સૈફ પણ તે જ બસ સ્ટેન્ડ પર ટાઇમિંગ કાઉન્ટર પર કામ કરતો હતો. એટલા માટે તે પીડીત પર નજર રાખી રહ્યો હતો. એક દિવસ તે પીડિતાને રોકીને કહ્યું કે કોવિડમં તેના મિત્રની નોકરી જતી રહી છે, તુ તારી ઓફિસમાં તેને નોકરી અપાવી દે. ત્યારબા બંનેમાં નંબર એક્સચેંજ થયા અને પછી આરોપી સૈફે છોકરીને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું. એક દિવસ સૈફે છોકરીને લગ્ન વાત કરી અને જણાવ્યું કે તે તેને પસંદ કરે છે, હવે લગ્ન કરવા માંગે છે. છોકરીના અનુસાર તેણે ના પાડી કે તે હિંદુ છે અને કોઇ બીજા ધર્મમાં તેના લગ્ન થઇ ન શકે. પરંતુ સૈફ છોકરીની પાછળ પડ્યો રહ્યો. એક દિવસ છોકરીને નવી સ્ટેશન બોલાવી કે તે પોતાના ઘરે બિહાર પાછો જઇ રહ્યો છે, બસ એકવાર મળવા માંગે છે. છોકરી પણ મળવા પહોંચી અને પચેહે સૈફે તેને બિરયાની ખવડાવી. ત્યારબાદ છોકરીની તબિયત થોડી ખરાબ થવા લાગી, કદાચ બિરયાનીમાં કંઇ ભેળવ્યું હતું. છોકરીને ત્યારબાદ પહાડગંજની એક હોટલમાં લઇ ગયો. ત્યાં છોકરી સાથે રેપ કરી તેનો પ્રાઇવેટ વીડિયો બનાવી લીધો. ત્યારબાદ આરોપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને છોકરીને બિહાર લઇ ગયો. છોકરીના અનુસાર બિહારમાં તેના પિતા અને સાથીઓએ પણ બળાત્કાર ગુજાર્યો. પછી તેને ગુરૂગ્રામ લઇને આવ્યો, ત્યાં પણ છોકરી સાથે બળાત્કાર થયો. પછી છોકરીને તેના મિત્રોના ઘરે લઇ જઇ કલમા વંચાવવામાં આવ્યા. એટલું જ નહી ત્યારબાદ સૈફ તેને પોતાની ફઇના ઘરે લઇ ગયો, જ્યાં તેને બળજબરીપૂર્વક ગૌમાંસ ખવડાવ્યું. પીડિત છોકરી ૧૪ મેથી સતત દિલ્હીના પહાડગંજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ રહી છે. અમે તમને જણાવી દઇએ કે રેપની ઘટના સૌથી પહેલાં પહાડગંજની હોટલમાં થઇ, એટલા માટે ગુરૂગ્રામ પોલીસે ઝીરો એફઆઇઆર નોંધી કેસ દિલ્હી ટ્રાંસફર કરી દીધો છે. પીડીત છોકરીએ દિલ્હી મહિલા આયોગમાં પણ મેલ કરી પોતાની ફરિયાદ નોંધાવી છે.
