અમરેલી સિવિલ હોસ્પિટલ અને કોવીડ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે
અમરેલી, તા: ૯ સપ્ટેમ્બર ૨૦૨૦
અમરેલી જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ આજે અમરેલીની સિવિલ હોસ્પિટલ, કોવીડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આરોગ્ય કમિશનરશ્રીએ સિવિલ હોસ્પિટલ, કોવિડ હોસ્પિટલના કોરોના વૉર્ડની મુલાકાત લઈને સ્થાનિક તબીબો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી. તેમણે દર્દીઓને અપાતી સારવાર અને સવલતોથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આરોગ્ય કમિશનરશ્રી કોરોના વૉર્ડમાં સેવારત ડોક્ટર, નર્સ સહિતના તમામ આરોગ્ય કર્મીઓ અને સફાઈ કર્મચારીઓને વ્યક્તિગત મળ્યા હતા અને તેમની સેવાઓને બિરદાવી હતી. તેમણે તમામને સાંભળીને વધુ સારી સેવાઓ માટેના સૂચનો પણ આવકાર્યા હતા. તેમણે તમામ સંસાધનોની પૂર્તતા પણ સુનિશ્ચિત કરી હતી. દર્દીઓ અને સ્ટાફ સાથેની રૂબરૂ મુલાકાત વેળાએ તમામના પરિવારજનોની સુવિધા પણ સચવાય એ માટે હોસ્પિટલ તંત્રએ લીધેલા તમામ પગલા અને હોસ્પિટલની સંવેદનશીલતાને પણ તેમણે બિરદાવી હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સિવિલ સર્જન, કોવીડ હોસ્પિટલના ડો. બી. એલ. ડાભી, કોવીડ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના તબીબો સહિતના તમામ આરોગ્યકર્મીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
